મોરબી જિલ્લાના ઔધોગિક રીતે પછાત ટંકારા-માળિયામાં જી.આઇ ડી સી બનાવવાની માંગ

- text


મોરબીના કોંગી અગ્રણીની રાજ્યના ઉધોગ સચિવને રજુઆત

મોરબી : મોરબી જિલ્લાના ઔધોગિક રીતે પછાત રહી ગયેલા ટંકારા અને માળીયા તાલુકાના વિકાસશીલ બનાવવા માટે આ બને તાલુકામાં જી આઇ ડી સી બનાવવું ખાસ જરૂરી છે.તેથી મોરબીના કોંગી અગ્રણીએ રાજ્યના ઉધોગ સચિવને રજુઆત કરી ટંકારા અને માળીયા તાલુકામાં જી.આઈ ડી સી બનાવવાની માંગ કરી છે.

- text

મોરબીના કોંગી અગ્રણી કાંતિલાલ બાવરવાએ રાજ્યના ઉધોગ સચિવને લેખિતમાં રજુઆત કરી હતી કે, મોરબી જિલ્લાના ટંકારા અને માળીપા તાલુકો ઔદ્યોગિક રીતે પછાત છે.મોરબી જિલ્લાનો સમતોલ વિકાસ થાય તે માટે આ બન્ને તાલુકામાં સરકાર વહેલી તકે જી આઈ ડી સી.બનાવવાનું આયોજન કરે તે જરૂરી બન્યું છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટંકારમાં જી આઈ ડી સી બનાવવા માટે ઘણું બધું કામ થયું હોવા છતાં હજી સુધી જી આઈ ડી સી બન્યું નથી.તે વાત સમજાતી નથી જ્યારે માળીયા તાલુકામ સિંચાઇની સુવિધનો અભવ છે.તેથી ખેડૂતોને કાયમ માટે હાલાકી રહી છે.માળીયા તાલુકામાં દરિયા કાંઠાનો વિસ્તાર હોય ઘણા ઉદ્યોગો નિર્માણ પામી શકે એમ છે.જ્યારે સિવાઈ ને વાંકે માળીયા તાલુકામાં ખેતી ઉધોગ પડી ભાગ્યો હોય ત્યાંના લોકોને રોજગારી મળી શકે તે માટે ઉદ્યોગોને પ્રોત્સાહન કરવા જી આઇ ડી સી બનાવવું ખૂબ જરૂરી છે.અને આ બન્ને તાલુકામાં સરકાર જી આઈ ડી સી બનાવવા ઝડપથી પગલાં ભરે તેવી માંગ કરી છે.

- text