મયુર પુલ પર લાઇટો ગોઠવી નીચેના બેઠા પુલ પર ફેંકાતો પ્રકાશ

- text


મોરબીમાં બેઠો પુલ આખરે રોશનીથી ઝળહળ્યો

મોરબીના સામાકાઠે નટરાજ ફાટક અને બંને પુલ પર સર્જાતો ભારેખમ ટ્રાફિક હળવો કરવાના ભાગરૂપે પુલ નીચે બનાવેલો બેઠો પુલ આખરે રોશનીથી ઝળહળી ઉઠ્યો છે.લોકોની માંગ સ્વીકારીને પાલિકા તંત્રએ અહી રૂ.૧.૨૫ લાખના ખર્ચે ૩૬ નવી એલઈડી લાઈટો નાખી છે.અને મયુર પુલ પર લાઈટો નીચેના બેઠા પુલ પર પ્રકાશ ફેકતો હોવાથી ભયજનક સ્થિતિ ટળી છે.

મોરબીના સામાકાઠે નટરાજ ફાટક ટ્રેનની અવર જવરથી ફાટકથી થોડા જ અંતરે આવેલા બંને પુલ પર ભારેખમ ટ્રાફિક સજાતો હતો.અને દિવસમાં અનેક વખત ટ્રાફિકજામ સર્જાતા લોકોને કામ સબબ સમયસર પહોચવામાં ભારે મુશ્કેલી પડતી હતી.ત્યારે જવાબદાર તંત્રએ આ ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે થોડા સમય અગાઉ બંને પુલ નીચે બેઠો પુલ બનાવીને કાર્યરત કરી દીધો છે.અને હવે આ બેઠો પુલ પણ ટ્રાફિકથી ધમધમવા લાગતા બંને પુલ પર ટ્રાફિક ઘણો જ હળવો બની ગયો છે.જોકે બેઠો પુલ નદી પર હોય અને ત્યા લાઈટની વ્યવસ્થા ન હોવાથી રાત્રે અંધારપટ્ટને કારણે વાહન ચાલકોને આ બેઠા પુલ પર રાત્રીના સમયે અવર જવર કરવામાં ખાસ્સી તકલીફો ભોગવવી પડતી હતી.ત્યારે લોકોએ બેઠા પુલ પર લાઈટો મુકવાની માંગ કરી હતી. જેના અનુસંધાને પાલિકા તંત્રએ લોકોની આ માંગણી સ્વીકારી લઈને લાઈટો ગોઠવી છે.આ અંગે પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ જણાવ્યું હતું કે,અંદાજે રૂ.૧.૨૫ લાખના ખર્ચે ૩૬ નવી એલઈડી લાઈટો મયુર પુલ પર નાખીને બેઠા પુલ પર પ્રકાશ ફેકાતો હોવાથી હવે રાત્રીના સમયે વાહન ચાલકોને અવર જવર કરવામાં વધુ સરળતા રહેશે.

- text

- text