મોરબીમાં રઘુવંશી વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે રમત-ગમત,વેશભૂષા, ડાન્સ કોમ્પીટીશન યોજાઈ

- text


૪૦૦ થી વધુ રઘુવંશી બાળકો એ ઉત્સાહભેર ભાગ લીધો

મોરબી: બાળકોમા રહેલી શુષુપ્ત શક્તિને ઉજાગર કરવા તેમજ તેમની પ્રતિભા ખીલવવા ના હેતુસર પ્રતિવર્ષ શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા રમત-ગમત સ્પર્ધા તેમજ ડાન્સ કોમ્પીટીશન નુ અનેરુ આયોજન કરવા મા આવે છે. પ્રવર્તમાન વર્ષે ૩૦ ડિસેમ્બરે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સ્પર્ધાનુ આયોજન કરવા મા આવ્યુ હતુ.

જે અંતર્ગત સવારે ૮:૩૦ કલાક થી કે.જી. થી ધો-૧ ના બાળકો માટે મમરા ફૂંક સ્પર્ધા, ધો-૨ થી ધો-૪ ના બાળકો માટે લેમન બોટલ બેસેન્સ સ્પર્ધા, ધો-૫ થી ધો-૮ ના બાળકો માટે એક મીનીટ સ્પર્ધા યોજવા મા આવી હતી. ત્યાર બાદ અલગ-અલગ વિભાગ ના કે.જી. થી ધો-૪ ના વિદ્યાર્થીઓ માટે વેશભૂષા તેમજ ડાન્સ કોમ્પીટીશન, ધો-૫ થી કોલેજ સુધી ના વિદ્યાર્થીઓ માટે ડાન્સ કોમ્પીટીશન યોજવા મા આવ્યુ હતુ. ૪૦૦ થી વધુ બાળકો એ વિવિધ સ્પર્ધા મા ઉત્સાહભેર ભાગ લીધો હતો. ૯ વિભાગ મા યોજાયેલ દરેક સ્પર્ધા ના વિજેતા વિદ્યાર્થીઓને ઈનામો એનાયત કરી પ્રોત્સાહન આપવા મા આવ્યુ હતુ. કાર્યક્રમમા બહોળી સંખ્યામા રઘુવંશી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહન પુરુ પાડ્યુ હતુ

- text

કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થા ના પ્રમુખ પંકજભાઈ ચંડીભમર, ઉપપ્રમુખ ડેનિશભાઈ કાનાબાર, સેક્રેટરી જયેશભાઈ કોટેચા, જો.સેક્રેટરી રવિભાઈ કોટેચા, ખજાનચી યોગેશભાઈ માણેક, પ્રો.ચેરમેન રોનકભાઈ કારીયા, સંદીપભાઈ ખગ્રામ, મનોજભાઈ કોટક, દીનેશભાઈ જોબનપુત્રા, હરેશભાઈ કાનાબાર, જીતુભાઈ રાજવીર, દક્ષેશભાઈ માણેક, ભરતભાઈ રાચ્છ, વિરેનભાઈ પુજારા, ધર્મેશભાઈ ગંદા, કમલેશભાઈ ખંધેડીયા, હીતેશભાઈ બારા, જયેશભાઈ ચંદારાણા, પરિમલભાઈ હીરાણી, સુનિલભાઈ ચંદારાણા, પ્રશાંતભાઈ સેતા સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

- text