મોરબીની તપોવન વિધાલય દ્વારા રમતોત્સવનો પ્રારંભ 

- text



મોરબી : તપોવન વિદ્યાલય દ્વારા જેતપર (મ.) ખાતે આજથી ત્રીદિવસીય રમતોત્સવનો પ્રારંભ થયો હતો. આ રમતોત્સવના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓએ ખેલદિલીથી રમતો રમીને ઉમદા રમતનું પર્ફોર્મન્સ આપ્યું હતું. જેમાં કબડ્ડી, ખો ખો ,દોડ, સંગીત ખુરશી, કેરમ, ચેસ, કોથળાદોડ, ક્રિકેટ, વોલીબોલ, ફુગ્ગાફોડ,વગેરે રમત ગમતની સ્પર્ધામાં 328 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

- text