મોરબી : કાલિકા પ્લોટ ફાયરિંગ પ્રકરણમાં ફરાર શાર્પ શૂટરને બિહારથી ઝડપી લેતી એટીએસ

- text


હિતુભા સહિતના ચાર ફરાર આરોપી પૈકી ત્રણે શરણાગતિ સ્વીકાર્યાની ચર્ચા

મોરબી : મોરબીના ચકચારી બનેલા કાલિકા પ્લોટ ફાયરિંગ કેસમાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે, ગુજરાત એટીએસ દ્વારા મુખ્ય શાર્પ શૂટરને બિહારથી ઝડપી લેવામાં આવતા મોરબી પોલીસ કાફલો આરોપીનો કબજો મેળવવા અમદાવાદ દોડી ગયો છે તો બીજી તરફ હિતુભા સિવાયના ત્રણ આરોપીઓએ પણ શરણાગતિ સ્વીકારી લીધાની વ્યાપક ચર્ચા ઉઠી છે.

અત્યંત સુમાહિતગાર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કાલિકા પ્લોટ ફાયરિંગ પ્રકરણમાં અગાઉ પોલીસે હિન્દીભાષી શાર્પશૂટર સહિત ચારની ધરપકડ કર્યા બાદ આ કેસમાં જબરી સફળતા રૂપે એટીએસ દ્વારા મુખ્ય સૂત્રધાર શાર્પ શૂટરને બિહારથી ઝડપી લેતા મોરબી પોલીસ કાફલો આરોપીનો કબજો લેવા અમદાવાદ દોડી ગઈ છે.

- text

બીજી તરફ આજે આ કેસમાં આરીફ મીરે જેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તેવા મૂળરાજસિંહ જાડેજા, વિજયસિંહ કડી અને ઋષિ સહિત ત્રણેય શખ્સોએ એ ડિવિઝન પોલીસની શરણાગતિ સ્વીકારી હોવાનું સુમાહિતગાર વર્તુળો જણાવી રહ્યા છે, જો કે પોલીસ આ મુદ્દે મૌન ધારણ કરી લીધું છે.

- text