હળવદમાં ઘોડીપાસાની જુગાર કલબ ઝડપાઇ

- text


પોલીસે દરોડો પાડતા ત્રણ ઝડપાયા, બે નાસી છૂટ્યા

હળવદ : હળવદના વેગડવાવ રોડ ઉપર નર્મદા કેનાલ નજીક ધમધમતી ઘોડીપાસા કલબ ઉપર પોલીસે દરોડો પાડી જુગાર રમતા ત્રણ ઇસમોને ૩૫ હજારથી વધુના મુદામાલ સાથે ઝડપી લીધા હતા, આ જુગાર દરોડામાં બે શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસે બાતમીને આધારે વેગડવાવ રોડ ઉપર દરોડો પડતા ઘોડીપાસાનો જુગાર રમતા (૧) શરીફ મહમંદભાઇ, ઉ.વ.૩૫ રહે.હળવદ ભવાનીનગર ઢોરો લાંબીદેરી તા.હળવદ (૨) બજરંગભાઇ ઉર્ફે મુકેશ સ/ઓ લીલાભાઇ ઉર્ફે મહાદેવભાઇ ગોહીલ, ઉવ ૨૨ રહે હળવદ લાંબીદેરી ભવાનીનગર ઢોરો (૩) મેહુલભાઇ લાભુભાઇ ધામેચા, ઉવ.૨૦ રહે.હળવદ લાંબીદેરી ભવાનીનગર ઢોરો વાળાઓને રંગેહાથ ઝડપી લઈ રોકડા રૂ.૨૬૪૮૦, તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૯૦૦૦ તથા ઘોડી પાસા નંગ-૨ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂ.૩૫૪૮૦/- ના મુદામાલ કબ્જે કર્યો હતો.

- text

જો કે દરોડા દરમિયાન આરોપી (૪) રમેશભાઇ ઝાલાભાઇ ભરવાડ રહે.ભવાનીનગર ઢોરો, હળવદ તથા (૫) નીતીનભાઇ ખેમશંકર જોષી રહે.ઘનશ્યામપુર રોડ, મેલડી માતાના મંદીર પાસે, હળવદ વાળા નાશી ગયેલ છે. ગયેલ હોય બન્નેને ઝડપી લેવા પોલોસે ચક્રો ગતિમાન કર્યા છે.

- text