વાંકાનેરમાં ક્રિસમસ નિમિત્તે સ્કૂલનાં નાના વિદ્યાર્થીઓ અને વૃદ્ધાશ્રમનાં વડીલોએ હેત અને વ્હાલ વરસાવ્યું

- text


વાંકાનેર શહેરનાં વૃદ્ધાશ્રમમાં એક અવિશ્વસનીય દ્રશ્ય જોવા મળ્યું સ્કૂલનાં નાના બાળકો વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને ગિફ્ટ આપી રહ્યા હતા સાથે બાળકોનાં થેંક્યુ… વેલકમ… જેવા શબ્દોથી વૃદ્ધોનાં ચેહરા પર વ્હાલ સહીતનું સ્મિત લાવી દેતા હતા.

- text

વાંકાનેર મચ્છુકાંઠા વૃદ્ધાશ્રમમાં વાંકાનેરની પ્રતિષ્ઠિત એવી કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ પ્રાયમરી સ્કૂલનાં વિદ્યાર્થીઓએ શહેરનાં વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ ક્રિસમસ ઉજવણીની અનોખી પહેલ કરી હતી. પહેલાં સમય એ હતો કે બાળકોની ભૂલ થાય તો તેના ભવિષ્ય સુધરે એ હેતુથી માતાપિતા એને વઢતા જ્યારે આજનાં આધુનિક યુગમાં ગેજેટ્સ અને એન્ડ્રોઇડને ઓપરેટ કરતા આવડે એટલે સંતાનો પોતાને એટલા સમજદાર માનવા લાગે છે કે માતાપિતાને પણ વઢી લે છે. પહેલાનાં સમયમાં સ્કૂલમાં બાળકોને ભણાવતા શિક્ષકને “માસ્તર” કહી બોલવાતા. એનું કારણ એ શબ્દમાં જ છુપાયેલું છે માં+સ્તર એટલે જેનું સ્તર માં બરાબર હોય એ વ્યક્તિ એટલે માસ્તર અથવા શિક્ષક. આવા જ એક શિક્ષક એટલે વાંકાનેરની કિડ્ઝલેન્ડ સ્કૂલનાં પ્રિન્સિપાલ મેહુલ શાહ તેમની સ્કૂલનાં કુમળીવયનાં વિદ્યાર્થીઓમાં પોતાના માતાપિતા, વડીલો અને શિક્ષકો પ્રત્યે આદરભાવ અને સન્માન આપવાની ભાવના વિકસે એ હેતુથી તેમણે અને સ્કૂલનાં સંચાલક ચિરાગ પુજારા તથા પારુલ પુજારાએ વિદ્યાર્થીઓને વાંકાનેર સ્થિત મચ્છુકાંઠા વૃદ્ધાશ્રમની મુલાકાત કરાવવાની સાથોસાથ ક્રિસમસ ઉજવણીની સરાહનીય પહેલ કરી. મુલાકાત દરમિયાન સ્કૂલનાં વિદ્યાર્થીઓએ એકલવાયુ જીવન જીવતા વડીલોને પ્રેમપૂર્વક ખજૂર, શેરડી, અડદિયા, તરબૂચ તથા કચોરીયું જેવી વસ્તુઓ ગિફ્ટ આપી તેઓને પરિવારની ખોટ પુરી કરવા પ્રયાસ કર્યો હતો.

ઉપરોક્ત કાર્યક્રમને અંતે બાળકોએ પોતાની સાથે લાવેલ નાસ્તો વૃદ્ધાશ્રમમાં જ કર્યો હતો. સમગ્ર આયોજન દરમિયાન કિડ્ઝલેન્ડ સ્કૂલનાં શિક્ષકો તથા સ્ટાફનાં મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી.

- text