વાંકાનેર એસ ટી ડેપોના અધિકારીઓની અણઆવળતાના લીધે મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે

- text


રાજકોટ થી વાંકાનેર ૫૦ કિલોમીટરના અંતરે બસ બે કલાકથી વધુ સમય લે છે, ડેપો ખાતે તપાસ કરો તો અધિકારીઓ ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે, ખાનગી વાહન ચાલકોને છૂટો દોર

વાંકાનેર : ગુજરાતમાં એસટી નું સૂત્ર છે “સમયસર, સલામત અને સ્વચ્છ સવારી એસટી અમારી” પરંતુ આ સૂત્રોને ઘોળીને પી રહ્યા છે વાંકાનેર એસટી ડેપોના અધિકારીઓ. સમયસરની વાત કરીએ તો વાંકાનેર થી સૌથી વધુ ટ્રાફિકવાળો અને કમાઉ રૂટ હોય તો તે છે વાંકાનેર-રાજકોટ પરંતુ ફક્ત ૫૦ કિલોમીટરના આ રૂટમાં હાલ બસ બે કલાકથી વધુ સમય લે છે પરંતુ આ મુસાફરોના અમૂલ્ય સમયની બરબાદી કોઈ અધિકારીને દેખાતી નથી

વાંકાનેરમાં એસટી બસસ્ટેન્ડ કરતાં વધુ મુસાફરો વાંકાનેર માર્કેટચોક ખાતેથી એસટીને મળી રહ્યા છે જ્યાં પેસેન્જરો માટે એક નાનું છાપરૂં ગોઠવી તેમાં પાંચ મુસાફરોને બેસવાની વ્યવસ્થા રાખવામાં આવી છે પરંતુ ત્યાં ગેરકાયદેસર પેસેન્જરોની હેરફેર કરતાં ઇકો ચાલકો પોતાની ગાડીનું પાર્કિંગ કરી મુસાફરોને બેસવાની જગ્યાપર ખાનગી ગાડીના ડ્રાઈવરો ગપ્પા મારતા બેસતા હોવાથી તસવીરમાં દેખાય છે તેમ એક થાંભલાના છાયામાં રોડ પર મુસાફરોને બેસવું પડે છે પરંતુ મુસાફરોની આ તકલીફ ક્યારેય એસ.ટી અધિકારીઓને દેખાતી નથી. ખરેખર તો ગુજરાત સરકાર દ્વારા એસટી જ્યાંથી પેસેન્જર ભરે છે ત્યાં નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવેલ છે તેમ છતાં વાંકાનેરના માર્કેટચોકમાં ખુલ્લેઆમ ઇકો ચાલકો વાંકાનેર રાજકોટ રૂટ પર ખાનગી ગાડી ચલાવી રહ્યા છે તેમ છતાં એસ.ટી.ડેપો મેનેજર તેમના પર કોઈ કાર્યવાહી નથી કરતા? આ ગેરકાયદેસર રીતે મુસાફરો લેવા પર પ્રતિબંધ હોવા છતાં કેમ આ અધિકારીઓના છૂપા આશીર્વાદ આ વાહનચાલકો પર છે?

- text

વાંકાનેર એસટી બસ સ્ટેન્ડ પર મુસાફરો માટે પીવાના પાણીની કોઇ વ્યવસ્થા નથી. ભારતના માનનીય વડાપ્રધાન ખુલ્લામાં શૌચ મુક્ત ભારત ના સપના જુએ છે પરંતુ આ અધિકારીઓની અણઆવળતાના ઈદે ડેપોમાં મહિલા સૌચાલય એટલું ગંદકીયુક્ત છે કે તે સૌચાલયને બંધ કરી દેવામાં આવેલ છે અને મુસાફરોને ન છૂટકે ખુલ્લામાં શૌચક્રિયા માટે જવા મજબૂર બનવું પડે છે.

આમ વાંકાનેર એસટી ડેપોના અધિકારીઓની અણઆવળતાનો ભોગ મુસાફરોને બનવું પડે છે આશા રાખીએ આ સરકારી પગાર લેતા મહાનુભાવો પોતાની જવાબદારી સમજી યોગ્ય ઉકેલ લાવે અને મુસાફરો પોતાની જિંદગીનો કીંમતી સમય બચાવી શકે અને ડેપો પર મુસાફરોને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થાય.

- text