સ્વસ્થ તનમાં સ્વસ્થ મન રાખવાનો મુલ મંત્ર આપતો નવજીવન વિદ્યાલયનો સત્યું પ્રયાસ

- text


જંક ફૂડના ઝેરીલા પરિણામોથી અવગત થતા વિદ્યાર્થીઓ

મન એટલેકે મગજ શરીર સાથે જોડાયેલું હોવાથી તનમાં થતા દરેક ફેરફારની અસર મન-મસ્તિષ્ક ઉપર અવશ્ય પડે છે. આજના ભાગદોડ વાળા વ્યસ્ત જીવનમાં ખાનપાનની પરેજી આવશ્યક બની ગઈ છે ત્યારે વિદ્યાર્થી અવસ્થાથી જ બાળકોમાં આહાર વિશે મૂળમાંથી જાગૃતિ અણવાના હેતુ થી નવજીવન વિદ્યાલય મોરબી દ્વારા હેલ્ધી ફૂડ વિકનું છ દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કે.જીથી લઇને દસમા ધોરણના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં અલગ અલગ દિવસો દરમિયાન અલગ અલગ થીમ આધારિત કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને વેજીટેબલ ડે, સલાડ ડે, ફ્રુટ ડે જેવી થીમ સાથે પાંચ થી નવમા ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં જાતે બનાવેલ ફૂડની સોડમથી સહુ અભિભૂત થયા હતા અને વિદ્યાર્થીઓના પ્રયાસને પેટભરી વખાણ્યો હતો. કે.જી થી ચાર ધોરણના વિદ્યાર્થીઓને લૉન્ચબોક્સમાં પેકેડ નાસ્તા કરતા ઘેર બનાવેલો નાસ્તો કેટલો પૌષ્ટિક તેમજ સ્વાદિષ્ટ હોય છે તેની પ્રેક્ટિકલી સમજણ આપી હતી.

- text

વાલીઓને પણ આ વિશે સંદેશ મળે અને બાળકોના સ્વસ્થ જીવનમાં ઘરનો રાંધેલો ખોરાક કેટલું મહત્વ ધરાવે છે તે હેતુ પણ સુપેરે પાર પાડ્યો હતો. શાળાના આચાર્ય અતુલભાઈ તથા ડી.બી.પાડલીયાએ આ તકે વાલીઓનો આભાર વ્યક્ત કરી બાળકોને જંકફૂડથી દૂર રાખવા સમજણ આપી હતી.

- text