મોરબીમાં મચ્છુનદીના કાંઠેથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ

- text


જિલ્લા પોલીસવડા કચેરી વાળા રોડ ઉપર બી ડિવિઝન પોલીસે છાપો મારી ચાલુ ભઠ્ઠી પકડી : આરોપી છનન

મોરબી : મોરબી શહેરમાં દેશી વિદેશી દારૂના હાટડા ખુલ્લે આમ ચાલુ છે ત્યારે આજે બી – ડીવીઝન પોલીસે વેજીટેબલ રોડ ઉપર જિલ્લા પોલીસવડાની કચેરીથી આગળ લાભનગર નજીક મચ્છુનદીના પટમાં શહેરની વચ્ચો – વચ્ચ દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઉપર દરોડો પાડયો હતો જો, કે આરોપી નાસી છુટવામાં સફળ રહ્યો હતો.

મોરબી સીટી બી ડીવીઝન પીઆઈ આઈ.એમ. કોંઢિયા, હેડ કોન્સ પરેશભાઇ એમ.પરમાર, ક્રિપાલસીંહ વી.ચાવડા તથા જયદેવસીંહ ઝાલા, પો. કોન્સ. અર્જુનસીંહ એલ.ઝાલા, વનરાજભાઈ એમ.ચાવડા, ભાનુભાઈ પી. બાલાસરા સહિતના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પો.હેડ કોન્સ. પરેશભાઇ એમ પરમારને હકીકત મળેલ કે મોરબી વેજીટેબલરોડ લાભનગર સામેના ભાગે પાછળ નદીના કાઠે દેશી દારૂ ગાળવાની ભઠી, ચાલુ છે અને દારૂ
ગાળવાની પ્રવૃતી ચાલુ છે.

બાદમાં બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા જેશીંગભાઈ ઉફે હનુમાન હરખભાઈ, ૨હે. વેજીટેબલ રોડ મો૨બી વાળો દેશી દારૂ ગાળવાની ચાલુ હાલતની ભઠી તથા ગરમ આથો લીટર ૧૦૦ તથા ઠંડો આથો લીટર ૧૦૪૦ કિંમત રૂપીયા ૨૨૮૦ તથા દેશી દારૂ
લીટર ૮૦ કિંમત રૂપીયા ૧૬૦૦ તથા ભઠીના સાધનો કિંમત રૂપીયા ૨૯૫૦ એમ કુલ મુદામાલ કીંમત રૂપીયા ૬૮૩oની રાખી રેઇડ દરમ્યાન નાશી જતા ગુન્હો કરેલ હોય જેના સામે કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

- text

- text