મોરબીમાં કાલીન્દ્રી નદીના કાંઠે દેશીદારૂની દુકાન ઝડપાઇ

- text


એક આરોપી પકડાયો એક મોટર સાયકલ લઈ છનનન

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે કાલીન્દ્રી નદીના કાંઠેથી દેશી દારૂની દુકાન ઝડપી લઈ એક આરોપીને રૂ.૧૧૪૯૦ના મૂદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

મોરબીની કાલીન્દ્રી નદીના કાઠે કોસ્મો સીરામીક પાસે દુકાન પાછળ વિજય ઉર્ફે ભરતભાઇ ચંદુભાઇ મંગવાણીયા, ઉવ.૨૩ અને વાલાભાઇ ઉર્ફે વાલો શામજીભાઇ જંજવાડીયા, રહે ત્રાજપર વાળા પાસે પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામા કેફી પ્રવાહી દેશી પીવાના દારૂની ૨૫૦ મીલીની કોથળીઓ નંગ ૦૮ દારૂ લીટર ૦૨ કિ રૂ ૪૦ તથા દેશી દારૂ વેચાણના રોકડા રૂપીયા ૬૪૫૦ તથા એક મોબાઇલ ફોન કિ રૂ.૫૦૦૦ મળી કુલ મુદામાલ કિ રૂ ૧૧૪૯૦નો રાખી રેઇડ દરમ્યાના આરોપી વિજય હાજર મળી આવતા પોલીસે ઝડપી લીધો હતો જ્યારે વાલાભાઈ ઉર્ફે વાલો મોટર સાયકલ લઇ નાશી જતા પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી વાલાને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

P

- text