મકનસર સ્વામિનારાયણ મંદિર નો મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે

- text


9 થી 13 ડિસેમ્બર સુધી લોક મેળો, મેડિકલ કેમ્પ, કથા પારાયણ, લાઈટિંગ શો, અતિશબજી સહિતના કાર્યક્રમો યોજાશે

મોરબીના મકનસર ગામે આવેલા કપિશ્ચર ધામ સ્વામિનારયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ધર્મોલ્લાસભેર ઉજવાશે.જેમાં તા.9થી13 ડિસેમ્બર સુધી લોકમેળા મેડિકલ કેમ્પ,કથા પારાયણ,લાઈટિંગ શો અને આતિશબાજી સહિતના કાર્યક્રમ યોજાશે.આ સ્વામિનારયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને હરી ભક્તોમાં હરખની હેલી જોવા મળી રહી છે.

- text

મોરબીના મકનસર ગામે આવેલા કપીશ્વરધામ સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 9 થી 13 ડિસેમ્બર સુધી યોજનાર ભવ્ય મૂર્તિપ્રતિસ્થા મહોત્સવ દરમ્યાન લોક મેળો મેડિકલ કેમ્પ,કથા પારાયણ,રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ ,લાઇટિંગ શો,આતીશબાજી,સહિતના કાર્યક્રમ યોજાશે આ મૂર્તિ પ્રતિસ્થા મહોત્સવ મા રાજકીય,સામાજિક,તથા ધાર્મિક ક્ષેત્રોના મહાનુભાવો તેમજ દેશવિદેશ ના હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે જયારે સ્વામિનારમંદિરનો ઇતિહાસ રસપ્રદ છે જેમાં આ સંસ્થા સ્વામિનારાયણ સંપ્રદાયી અમદાવાદ (કાલુપુર) નારાયણદેવ ગાડી સંસ્થા ના આચાર્ય કોશકેન્દ્ર પ્રસાદજી મહારાજ સાથે સંલગ્ન છે. જે કપીશ્વરધામ સ્વામિનારાયણ મંદિર મકનસર તરીકે ઓળખાય છે. મંદિરમાં 600 વર્ષ જૂની ઐતિહાસિક ચમત્કારિક હનુમાનજી ની મૂર્તિ બિરાજમાન છે. આ સંસ્થા વર્ષો થી નજીવી ફી સાથે સ્વામિનારાયણ વિદ્યાલય મકનસર શાળા ચલાવી રહી છે. ત્યારે આ મંદિરનો મૂર્તિપ્રતિસ્થા મહોત્સવને સફળ બનાવવા મહંત સ્વામી હરિપ્રકાશદાસજી સહિતના ભારે જહેમત ઉઠાંવી રહ્યા છે.

- text