સાવધાન ! મોરબીના વાહન ચાલકો ઉપર પોલીસની તીસરી આંખ

- text


શહેરમાં ઇ-ચલણ સિસ્ટમનો પુનઃ પ્રારંભ : ૭ પોલીસ કર્મચારીઓને સીસીટીવી કંટ્રોલ રૂમમાં મુકાયા

મોરબી: શહેરમાં હવે વાહન ચાલકો ટ્રાફિક નિયમોના ભંગ કરીને છટકી શકશે નહી લાંબા સમય બાદ ૧ ડિસેમ્બરથી વાહન ચાલકો પર પોલીસની તીસરો નજર શરૂ થઈ ચૂકી છે.

મોરબીમાં અગાઉ સીસીટીવી કેમેરાના પ્રોજેક્ટ હેઠળ વિવિધ માર્ગો પર સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા હતા. ત્યારે ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા માટે આ સીસીટીવી કેમેરાના માધ્યમથી દંડ ફટકારવા માટે ઇ-ચલણ સિસ્ટમ દાખલ કરવામાં આવી હતી. જોકે આ ઇ-ચલણ સિસ્ટમ ૧૦ મહિના બંધ રહ્યા બાદ ૧ ડીસેમ્બરથી ફરી શરૂ થઈ ગઈ છે જેનું સંચાલન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જ થશે અને ત્યાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરા ના કંટ્રોલરૂમમાં જ પોલીસની ચાંપતી નજર રહેશે જો શહેરના માર્ગો પર કોઈ વાહન ચાલક ટ્રાફિકના નિયમોનો ભંગ કરતો સીસીટીવી કેમેરામાં દેખાશે તો તેના વાહન નંબરના આધારે તેનું સરનામું મેળવી તેના ઘરે ઇ-મેમો પહોંચાડી દેવાશે.

- text

આ ઉપરાંત વાહન ચાલકો ચાલુ વાહને મોબાઈલ ફોનમાં વાત કરતા હોય કે ત્રીપલ સવારી હોય કે પછી સીલ્ટ બેલ્ટ ન બાંધ્યો હોય, હેલ્મેટ ન પહેરવું, કે નો એન્ટ્રીમાં ઘૂસવું, સહિતના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ રૂ.૧૦૦ થી ૫૦૦નો દંડ ફટકારવામાં આવશે અને વાહન ચાલકોને ઘરે ઇ- મેમો મળ્યા બાદ દંડની રકમ કોર્ટમાં કે બેંકમાં ભરપાઈ થઈ શકશે.

- text