આર્મી સાથે દિવાળીની ઉજવણી બદલ મોરબીની સંસ્થાઓને બિરદાવતા મુખ્યમંત્રી

- text


મોરબી : પી.જી.પટેલ કોમર્સ કોલેજ અને લીઓ કલબ દ્વારા સરહદ પરના સુરક્ષા જવાનોને ૧૦૦૦ કિલોગ્રામ મીઠાઈનું વિતરણ કરીને તેમને સાથે દિવાળી પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ બન્ને સંસ્થાઓએ દિવાલના સરહદના જવાનો સાથે કરેલી વિશિષ્ટ ઉજવણીને બિરદાવી શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન મોદીએ સરહદના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.જે સમગ્ર દેશવાસીઓ માટે પ્રેરણાસ્તોત છે ત્યારે મોરબીની આ બન્ને સસ્થાઓએ કરેલી દિવાળીના ઉજવણી પ્રેરણાદાયી હોય તેમને આ બન્ને સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text