મોરબીમાં ૨૦ દિવસ પૂર્વે દાઝેલા નવ માસના બાળકનું મોત

- text


કચરો સળગતા માતાની બાજુમાં સુઈ રહેલ બાળકનો ભોગ લેવાયો

મોરબી : મોરબીના રંગપર નજીક ૨૦ દિવસ પૂર્વે કચરો સળગતા માતાની બાજુમાં સુતેલો બાળક ગંભીર રીતે દાઝી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રંગપર નજીક આવેલ રેકસ સીરામીકની ઓરડીમાં રહેતા રૂબીબેન જોખનરામ ઉવ.૨૬ નો પુત્ર શીવા જોખનરામ ઉવ.૯ માસ રહે.રંગપર રેક્સ સીરામીક ઓરડીમાં માતા સાથે સુતો હતો તે દરમ્યાન બાજુમાં કચરાનો ઢગલો સળગતો હોય બાળક દાઝી જતા રાડો પાડતા બાળકની માતા જાગી જતા બાળકને શરીરે દાઝી ગયેલ હાલતમાં જોતા પ્રથમ સારવાર મોરબી બાદ ૧૪/૧૧/૧૮ ના રોજ રાજકોટ સારવામાં લઈ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- text