લોકરક્ષક પરીક્ષાનું પેપર ફૂટતા પરીક્ષા રદ્દ : સેંકડો નિર્દોષ ઉમેદવારો હેરાન

- text


મોરબી જિલ્લામાં પરીક્ષા આપવા આવેલા ૧૬૧૭૦ ઉમેદવારોને ધરમધક્કો

મોરબી : સમગ્ર રાજ્યમાં આજે લેવાનાર પોલીસ લોકરક્ષકદળની પરીક્ષા પૂર્વે જ પેપર ફૂટી જતા છેલ્લી ઘડીએ પરીક્ષા રદ્દ થતા નિર્દોષ પરિક્ષાર્થીઓને ભાડા ખર્ચી પરિક્ષાકેન્દ્રનો ધરમ ધક્કો થયો હતો.

મોરબીમાં લોક રક્ષક દળની પરીક્ષામાં કુલ બાવન પરીક્ષા કેન્દ્રોમાં ૧૬,૭૧૦ નોંધાયેલા હતા અને હળવદ, ટંકારા અને મોરબી સહિતના પરીક્ષા કેન્દ્ર પર એન્ટ્રી પણ મેળવી લીધી હતી તેવામાં પેપર લીક થતા તમામ પરિક્ષાર્થીઓને કેન્દ્ર બહાર કઢાયા છે.

ઉલ્લેખનીય છે કે લોકરક્ષકદળની પરિક્ષામાં મોરબી જિલ્લામાં કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લાના ઉમેદવારો આવ્યા હતા અને મોંઘા ભાડા પણ માથે પડયા છે.

- text

- text