સૌ ભણે, સૌ આગળ વધે ! મોરબીમાં અભ્યાસ છોડનાર બાળકોનો સર્વે

- text


સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળા બહારના બાળકોનો સર્વે હાથ ધરાશે

મોરબી : સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં સૌ ભણે, સૌ આગળ વધે સૂત્ર સાથે મોરબીમાં અભ્યાસ છોડનાર બાળકોનો સર્વે હાથ ધરી આવા બાળકોને અભ્યાસ કરાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સર્વ શિક્ષા અભ્યાન અંતર્ગત આગામી સમયમાં સમગ્ર શિક્ષા અભિયાનના પરિપેક્ષ્યમાં તૈયાર થવા જઈ રહ્યું છે જેમાં ચાર થી ૧૮ વર્ષના બાળકો એટલે કે પ્રી પ્રાયમરી થી ધોરણ બાર સુધીનો સમાવેશ થનાર છે જે અન્વયે મોરબી જિલ્લામાં ૪ થી ૧૮ વર્ષના શિક્ષણથી વંચિત રહી ગયા હોય, શાળામાંથી ઉઠી ગયા હોય, ડ્રોપ આઉટ થયા હોય એવા બાળકોનો સર્વે તા.૪ ડિસ્મ્બરથી તા.૧૫ ડિસેમ્બર સુધી થનાર છે,

- text

આ સર્વેમાં જો આપને આવા બાળકોની ઓળખ થાય કે મળી આવે તો નજીકની સરકારી શાળા ,બીઆરસી ભવન કે જિલ્લા પ્રોજેકટ કચેરીના ટ્રોલ ફરી નંબર 1800-233-3967 પર જાણ કરવા સર્વ શિક્ષા અભિયાન ઓફિસ મોરબીને જાણ કરવા અપીલ કરવામાં આવે છે.

- text