પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવમાં આકર્ષણ જમાવશે પ્રદર્શન

- text


જુદા – જુદા વિશાળ પ્રદર્શનખંડમાં વ્યસન મુક્તિથી લઈ સુખી થવાના વિરલ માર્ગ અંગે જાણકારી

મોરબી : રાજકોટના આંગણે યોજાનાર પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવમાં ખાસ આકર્ષણ રૂપે પ્રદર્શન યોજવામાં આવશે જેમાં છ અલગ અલગ પ્રદર્શન ખંડમાં વ્યસનમુક્તિથી લઈ સુખી થવાના વિરલ માર્ગ અંગેની જાણકારી આપવામાં આવશે.

રાજકોટ ખાતે તા.૦૫ ડિસેમ્બરથી તા.૧૫ ડિસેમ્બર સુધી ઉજવાનાર વિશ્વવંદનીય સંતવર્ય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે લાખો લોકો સ્વામિનારાયણ નગર નિહાળશે જ્યાં સ્વામિનારાયણ નગરની ઘરતી પર લાખો લોકો માટે આકર્ષણનું એક અનેરું કેન્દ્ર બની રહેશે

- text

આ અદ્ભુત પ્રદર્શનખંડોમાં મુક્તાનંદખંડ વ્યસનમુક્તિની પ્રેરણા આપશે તો, નિત્યાનંદખંડ પારિવારિક જીવનની પ્રેરણા આપશે અને પરમાનંદખંડ પ્રમુખસ્વામી મહારાજની દિવ્યતા દર્શાવશે.

આ ઉપરાંત સહજાનંદખંડ સહજ આનંદની અનુભૂતિ કરાવશે તેમજ ભારતાનંદખંડ ભારત પ્રત્યેની અસ્મિતા જગાવશે જ્યારે સેવાનંદખંડ સેવાથી સુખી થવાનો વિરલ માર્ગ બતાવશે.

આ મહોત્સવનો લાભ લેવા પરિવાર-મિત્રમંડળ સહિત અવશ્ય પધારવા સ્વામિનારાયણ મંદિર રાજકોટની યાદીમાં જણાવાયું છે.

- text