કુપોષણ મુકત મોરબી અંતર્ગત મિટિંગ યોજાઈ

- text


કુપોષણ મુક્ત ભારત અભિયાન-૨૦૨૨ સંદર્ભે કલેકટર આર.જે.માકડીયાના અધ્યક્ષસ્થાને આયોજન બેઠક મળી

મોરબી : ભારત સરકારના કુ પોષણ મુકત ભારત અભિયાન-૨૦૨૨ સંદર્ભેના આયોજન માટે કલેકટરશ્રી આર.જે.માકડીયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, સભાખંડ ખાતે મીટીંગ યોજાઇ હતી. કુપોષણ ક્ષમ બાળકો અને સગર્ભામાતાઓને પોષણક્ષમ ખોરાક કેવો આપવો જોઇએ તે અંગે આઇ.સી.ડી.એસ.પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણ તરફથી આ મીટીંગમાં ઉપસ્થિત અધિકારીઓ અને આંગણવાડી બહેનોને નિદર્શન સાથે માહિતીગાર કર્યા હતા.

- text

આ બેઠકમાં મોરબી જિલ્લામાં પીળાઝોન અને રેડ ઝોનમાં આવતા બાળકોને કુપોષણ મુકત બનાવવા કલેકટરશ્રીએ ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને આંગણવાડી બહેનોને એક ઝુંબેશના ભાગરૂપે માર્ગદર્શન અને જરૂરી માહિતી આપી હતી. જયારે મોરબી જિલ્લામાં આવા બાળકોનું પ્રમાણ ઘટે તેવા સહિયારા પ્રયાસ હાથ ધરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ.ખટાણા, નિવાસી અધિક કલેકટર કેતન જોશી, પ્રાંતઅધિકારીઓ , અને જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં.

- text