મોરબીમાં ભણવાની ઉંમરે મોટરસાયકલ ચોરી કરતા ચાર ટાબરિયા ઝડપાયા

- text


સીટી એ ડિવિઝન પોલીસે ટાબરિયા ગેંગ પાસેથી પાંચ ચોરાઉ વાહનો કબ્જે કર્યા

મોરબી : મોરબી શહેરમાં ભણવા ગણવાની ઉંમરે વાહનચોરીના રવાડે ચડી ગયેલ ચાર ટાબરીયાઓને એક, બે નહિ પરંતુ પાંચ પાંચ ચોરાઉ મોટરસાયકલ સાથે રંગે હાથ ઝડપી લઈ વાહનચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો સાથો સાથ કાયદા સાથે સંઘર્ષમાં આવેલા સગીર બાળકોના માતા – પિતાને બાળકોની ગંભીર કુટેવો અંગે માહિતગાર કર્યા હતા.

આ ચોંકાવનારા બનાવની વિગતો જોઈએ તો મોરબી શહેરમાં બનતા વાહન ચોરીના બનાવો અટકાવવા તથા બનેલ ગુન્હા શોધી કાઢવા સીટી એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે.ચૌધરી તથા સર્વેલન્સ પો.સ.ઇ. એમ.વી.પટેલ તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ નિર્મળસિંહ રામસિંહ જાડેજાને બાતમી મળેલ કે મોરબી લાતી પ્લોટ મેઇન રોડ લુક્સ ફર્નીયર પાછળના ભાગે ચાર સગીર વયના બાળકો શંકાસ્પદ હાલતમાં મોટર સાયકલોની હેર-ફેર કરતા હોય જેથી તુરત જ હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ચાર કીશોરો નવા-જુના મોટર સાયકલો નંગ ૫ અલગ-અલગ કંપનીના હેર-ફેર કરતા હતા.

- text

વધુમાં પોલીસ ટીમે કિશોરો પાસે મોટર સાયકલના આધાર પુરાવા માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટકોપ એપ્લીકેશનની મદદથી સાથેનાં પોલીસ કોન્સ્ટેબલ નિર્મળસીંહ રામસિંહ જાડેજા એ મોટર સાયકલો બાબતે એન્જીન – ચેસીસ નંબર તથા મોડલ દ્વારા સર્ચ કરતા પાંચ પૈકી એક મોટરસાયકલ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હાના કામે ચોરીમા ગયેલ હોવાનુ ફલીત થયેલ હતું તેમજ બાકીના ચાર મોટર સાયકલો પણ ચોરી કે છળ-કપટથી મેળવેલ હોવાનુ ચારેય કીશોરો કબુલતા હોય જેથી ચારેય સગીરોના વાલીઓને બોલાવી હકીકતની સમજ કરી વાહનચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

પોલીસની આ સફળ કામગીરી પો.ઇન્સ. આર.જે.ચૌધરી તથા પો.સ.ઇ. એમ.વી.૫ટેલ તથા પો.હેડ.કોન્સ મણીલાલ ગામેતી, રસિકભાઇ કડીવાર, કિશોરભાઈ મિયાત્રા, પો.કોન્સ. નિર્મળસિંહ જાડેજા,શેખાભાઇ મોરી, રણજીતસિંહ ગઢવી, અજીતસિંહ પરમાર, ભરતભાઇ ખાંભરા તથા શક્તિસિંહ ઝાલા વગેરેએ કરી હતી.

- text