ગલ્ફ દેશોમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી મામલે દિલ્હીમાં ધા નાખતા સિરામિક ઉદ્યોગકારો

- text


સાંસદ મોહનભાઇ કુંડારિયાની આગેવાનીમાં સીરામીક એસોશિએશનની વાણિજ્ય મંત્રાલયને રજુઆત

મોરબી : કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપતી મોરબીની સિરામિક પ્રોડકટ ઉપર ગલ્ફના દેશોમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવા હિલચાલ થતા આજે મોરબી સીરામીક એસોસીએશનના હોદેદારો દ્વારા સાંસદ મોહનભાઇ કુંડારિયાની આગેવાની હેઠક કેન્દ્રના વાણિજ્ય મંત્રાલયમાં રજૂઆત કરવામાં આવી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીનો સીરામીક દેશના સીમાડા ઓળંગી વિદેશમાં ધીકતો વ્યાપાર કરી રહ્યો છે ત્યારે મોરબીની સીરામીક પ્રોડક્ટના સૌથી મોટા ખરીદદાર ગલ્ફના દેશોમાં ટાઇલ્સ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવા હિલચાલ શરૂ થઈ છે જેને પગલે આજરોજ સાંસદ મોહનભાઈ કુંડારિયાની આગેવાની હેઠળ મોરબી સીરામીક એસોસીએશનના પ્રમુખ મુકેશ ઉઘરેજા, મનસુખભાઇ કૈલા, મનીષભાઈ સવસાણી, પીન્ટુભાઇ પાડલીયા, રાજુભાઈ કોરડીયા સહિતના આગેવાનો નવી દિલ્હી ખાતે મીનીસ્ટર ઓફ કોમર્સ ઓફીસમા પીએસ તેમજ જે.સી.કેશવચંન્દ્ર ને મળીને તેમની સાથે વિસ્તૃત ચર્ચા કરી જીસીસી દેશોમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી મામલે ઘટતું કરવા માંગ ઉઠાવી હતી.

આ ઉપરાંત સીરામીક એસોસીએશનના આગેવાનો દ્વારા છેલ્લા લાંબા સમયથી એક્સપોર્ટના 100 કરોડથી વધુના પેમેન્ટ ફસાયેલ હોય એમઇઆઇએસ માટે પ્રવિણકુમારને મળી રજૂઆત કરવામાં આવી હતી, જો કે આજની રજુઆત સમયે ઉચ્ચાધિકારીઓ હાજર ન હોય હજુ એક વખત સીરામીક એસોશિએશનનું પ્રતિનિધિમંડળ દિલ્હી ખાતે રજુઆત કરવા જનાર હોવાનું જાણવા મળ્યું છે.

- text