મોરબીના લાંચિયા સીટી સર્વેયરના ઘરમાંથી 8 લાખ રોકડા જપ્ત

- text


અરજદારો પાસેથી એન્ટ્રી પાડવાના નામે લાંચરૂપે લૂંટ ચલાવતા લોદરીયાની લીલા સમાપ્ત

મોરબી : ગઈકાલે સાંજે મોરબી સીટી સર્વે કચેરીનો લાંચીયો સર્વેયર લોદરીયા રૂપિયા પાંચ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા બાદ એસીબીએ આ લાંચિયાના ઘરે હાથ ધરેલી ઝડતીમાં આઠ લાખની રોકડ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

મોરબી સીટી સર્વે કચેરીમાં મકાન વેચાણ અંગેની નોંધ કરાવવા માટે છેલ્લા બે માસથી ધક્કા ખાતા અરજદારનું કામ કરી દેવાના બદલામાં મોરબી સીટી સર્વે કચેરીના વોર્ડ નંબર – ૩ ના સર્વેયર જ્યેન્દ્ર જયવંતલાલ લોદરિયા દ્વારા રૂપિયા ૫૦૦૦ની માંગણી કરવામાં આવતા જાગૃત નાગરિક દ્વારા મોરબી એસીબી કચેરીનો સંપર્ક કરવામાં આવતા ગઈકાલે મોરબી એસીબી પીઆઇ એમ.બી.જાની સહિતના સ્ટાફે છટકું ગોઠવ્યું હતું અને લાંચિયો સીટી સર્વેયર જ્યેન્દ્ર લોદરિયા મોરબીના જુના મહાજન ચોકમાં ઘનશ્યામ ચેમ્બર નજીક લાંચની રકમ સ્વીકારતા જ એસીબી ટીમે દબોચી લીધો હતો.

- text

બીજી તરફ રૂપિયા પાંચ હજારની લાંચના છટકામાં રંગે હાથ ઝડપાયેલા જયેન્દ્ર લોદરીયાના ઘરે એસીબી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવતા આ ભ્રષ્ટ ભોરિંગ દ્વારા અમિર અને ગરીબો પાસેથી લાંચ રૂપે લૂંટેલા રૂપિયા આઠ લાખ રૂપિયા ઝડપી લીધા હોવાનું બહાર આવ્યું છે,જો કે હજુ પણ તપાસ ચાલુ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

 

- text