મોરબી જિલ્લામાં બે કલાકમાં ૯૫૪ વાહનો ચેક કરતી પોલીસ : ૯૦ દંડાયા

- text


અકસ્માત અને વાહનચોરીના બનાવો અટકાવવા જિલ્લાના તમામ પોલીસ મથક વિસ્તારમાં સઘન ચેકીંગ

મોરબી : મોરબી શહેર જિલ્લામાં ગઈકાલે સાંજે પોલીસે હાથ ધરેલી વાહન ચેકીંગ ઝુંબેશમાં સાંજના સાતથી રાત્રીના નવ વાગ્યા સુધીમાં ૯૫૪ વાહનો ચેક કરી ૯૦ વાહન ચાલકોને નિયમ ભંગ બદલ ૧૪૫૦૦ નો દંડ ફટકારી પોલીસે ૧૩ વાહનો ડિટેઇન કર્યા હતા સાથે સાથે દારૂ અંગેના બે કેસ કરી દારૂ પી ડ્રાઇવિંગ કરનાર ચાર ઇસમોને પણ ઝડપી લેવામાં આવ્યા હતા.

- text