મોરબીના રંગપરમાં કોલગેસના કદળાના પાપે ખેતરોમાં પાકને નુકશાન

- text


ખેડૂતે સીરામીક એકમની ગંભીર બેદરકારી અંગે જીપીસીબીને ફરિયાદ કરી

મોરબી : મોરબીના રંગપર ગામે આવેલા ખેતર વિસ્તારમાં જ બાજુના સીરામીક એકમના કોલગેસના પ્રદૂષિત પાણીનો નિકાલ કરાતા ખેતરના ઉભા પાકને નુકશાન પહોંચ્યું હોવાની ફરિયાદ સાથે ખેડૂતે ગુજરાત પ્રદુષણ બોર્ડને રજુઆત કરીને આ બાબતે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.

મોરબીના રંગપર ગામના ખેડૂત અનુભા ભીખુભા ઝાલાએ ગુજરાત પ્રદુષણ બોર્ડને લેખિતમાં ફરિયાદ કરી હતી કે, રંગપર ગામની બાજુમાં આવેલ સિરામીક એકમ દ્વારા તેમના ખેતરમાં કોલગેસનાં પ્રદૂષિત પાણીનો વારંવાર નિકાલ કરવામાં આવે છે. તેથી ખેતરની જમીન અને પાકને નુકસાન પહોંચે છે. આ મામલે કારખાનાના સંચાલકોને વાંરવાર રજુઆત કરવા છતાં તેઓ યોગ્ય પગલાં ભરવાને બદલે આ અંગે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો તેમ કહીને દાદાગીરી કરે છે

- text

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના ગામની આજુબાજુના કોલગેસનો વપરાશ કરતા એકમો દ્વારા રાત્રીના સમયે ખેતરોમાં, જાહેર રસ્તાઓ કે વોકળામાં કોલગેસનાં કદડા ને ઠાલવી દેવામાં આવે છે જેથી જાહેર આરોગ્ય સામે પણ જોખમ ઉભું થયું છે. આથી પ્રદૂષણ બોર્ડ આ ગંભીર બાબતે કડક કાર્યવાહી કરે તેવી તેમણે માંગ કરી છે.

- text