મોરબી : ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા સાયકલયાત્રા

- text


મોરબી : ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા સાયકલયાત્રાનું મોરબીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને બજરંગદળ સહિતના સંગઠનો દ્વારા આવતીકાલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે.

મોરબીમાં ગૌ સાયકલ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યુ હતું એ તકે, મોરબીમાં બજરંગદળના પ્રમુખ કમલભાઈ દવે, જિલ્લા પ્રમુખ જીગ્નેશ ભાઈ મિસ્ત્રી, ઉપપ્રમુખ વિક્રમભાઈ શેઠ, શહેર ઉપપ્રમુખ ચેતનભાઈ, ચિરાગભાઈ, કશ્યપભાઈ, કરણ પરમાર ગૌ રક્ષક દિનેશભાઇ લોરીયા, શિવસેના પ્રમુખ કમલેશભાઈ, દિગુભા
દેવભાઈ ચોટીલા શિવ સેના, અર્જુનભાઈ ચબાડ, લલીતભાઇ ચાવડા, ભરતભાઈ ગોગરા, સનીભાઈ ગોસ્વામી, વીમલભાઇ રાવળદેવ, નિતીનભાઇ ખવાસ, દેવદાનભાઇ વાંક, કાનો રાવળદેવ, હીરલભાઇ, વેલાભાઈ તથા તમામ હીન્દુ સંગઠન તેમજ ગૌભક્ત અને ગૌસેવક દ્વારા મહારાણા પ્રતાપ ચોક સામાકાંઠે ફટાકડા ફોડી સ્વાગત અને પુજા અને આરતી કરેલ હતી.

- text

ઉલ્લેખનીય છે કે, ગુજરાત ગૌ ક્રાંતિ સાયકલ યાત્રા જે આખા ગુજરાતમા 8000 કિલોમીટર ફરવાની છે અને દરેક ગામ અને 33 જીલ્લા ફરી ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવા માટે આ યાત્રા ઘૂમી વડનાર છે ત્યારે મોરબીમાં આ યાત્રાનું સ્વાગત કરી ગૌમાતાની પુજા કરી ગૌમાતા રાષ્ટ્ર માતાનુ સમથઁન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત આવતીકાલે મોરબી કલેકટર કચેરી આવેદનપત્ર આપવાનુ છે જેથી બધા કાર્યકર્તાઓ અને આગેવાનોએ નિરાધાર ગૌશાળા (મહેન્દ્ર નગર ચોકડી પીપળી રોડ) એ ભેગું થવાનું છે અને ત્યાંથી રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે. તેવું સંદિપદાન એચ ગઢવી, મો.9723300200, પ્રશાંતભાઈ ચુડાસમામો.8530808040, મયુરભાઈ પટેલ, મો.8000066668 ની યાદીમાં જણાવાયું છે.

- text