જુગારની બાતમી કેમ આપી હતી કહી હુમલો

- text


મોરબીના જેતપર ગામે જૂગાર રમતા ઝડપાયેલા શખસો દ્વારા મારામારી

મોરબી : મોરબીના જેતપર ગામે જુગારની બાતમી પોલીસને કેમ આપી કહી પિતાપુત્રે મારામારી કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

મોરબીના જેતપર ગામે રહેતા કીશોરભાઈ બચુભાઈ બળોધરા ઉવ ૨૮ ધંધો મજુરી રે જેતપર તા-જી મોરબી મુળ ગામ જોગડ તા હળવદ જી મોરબી વાળા ગઈકાલે પાનની દુકાને ગયા હતા ત્યારે આરોપી જયંતીભાઈ ભગવાનજીભાઈ જાકાસણીયા તથા ભગવાનજીભાઈ નાનજીભાઈ જાકાસણીયા રે બંને જેતપર વાળા છ માસ પહેલા જુગાર માં પકડાઈ ગયેલ હોય જેની બાતમી ફરીયાદી એ આપેલ હોય એવો શકવહેમ રાખી બને આરોપી ભેગા થઈ ફરીયાદી તથા સાહેદ ને ઢીકાપાટુ નો માર મારી જાન થી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text