મોરબીની ન્યુ એરા સ્કૂલમાં રંગોળી સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ તરફ વાળવાની પ્રક્રિયાના ભાગરૂપે ન્યુ એરા ગ્લોબલ સ્કુલ તથા ન્યુ એરા પબ્લિક સ્કુલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રચનાત્મક રંગોળીની હરિફાઈનું આયોજન કરવામાં આવ્યુ હતું.

- text

ન્યુ એરા સ્કૂલ આયોજિત રંગોળી સ્પર્ધામાં શાળા સાથે સંકળાયેલા દરેક વિદ્યાર્થી તથા શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, બન્ને શાળાના બાળકો દ્વારા કચરાનો વ્યવસ્થિત નિકાલ, વૃક્ષારોપણ, શિસ્ત અને રાષ્ટ્રીય મિલ્કતની જાળવણી, ગાંધીજી બાપુની ૧૫૦મી જન્મ જયંતિ, સ્વસ્થ ભારત સ્વચ્છ ભારત, વાઈબ્રન્ટ ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડિયા, શાયનિંગ ઈન્ડીયા, મેંકઅપ ઈન્ડિયા જેવા અદભુત વિષયો પર વિદ્યાર્થીઓ એ આકર્ષક પ્રતિકાત્મક રંગોળીઓ પ્રદર્શિત કરી હતી.

સાથોસાથ ધોરણ ૧ થી ૫ નાં વિદ્યાર્થીઓ દ્વારા “Slad Decoration”, “Flower Decoration” તેમજ “Best out of waste” સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં બાળકોએ પોતાની સર્જનાત્મકતા પ્રદર્શિત કરી હતી.

- text