મોરબીમાં મતગણતરી સમયે સ્ટ્રોંગરૂમની ચાવી લઈ ગુમ થઈ જનાર એએસઆઇ સસ્પેન્ડ

- text


મોરબી પાલિકાની ચૂંટણીની મતગણતરી સમયે કલેકટર સહિતની ટિમ ધંધે લાગતા ધગધગતા રિપોર્ટ બાદ જિલ્લા પોલીસવડાનું આકરું પગલું

મોરબી : તાજેતરમાં મોરબી નગરપાલિકાની ચૂંટણીમાં મતગણતરીના ખરા સમયે જ સ્ટ્રોંગરૂમની ચાવી લઈ ગુમ થઈ જનાર જવાબદાર એ.એસ.આઈને જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાએ સસ્પેન્ડ કરી દઈ ફરજ પરના અન્ય સાથી કર્મચારીઓના પગાર,ઈજાફા કાપી લેવા હુકમ કરતા સમગ્ર પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

- text

ટોચના વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી નગરપાલિકાની તાજેતરમાં યોજવામાં આવેલ ચૂંટણી બાદ મતગણતરીના દિવસે મતગણત્રીનો સમય વિતવા છતાં જ્યાં ઈવીએમ રાખવાં આવ્યા હતા એ સ્ટ્રોંગરૂમના જવાબદાર ડ્યુટી ઓફિસર પ્રવીણભાઈ જસમાતભાઈ ચંદ્રાલા ફરજ ઉપર હાજર રહેવાને બદલે ગુમ થઈ જતા કલેકટર કચેરીનો સ્ટાફ ધંધે લાગ્યો હતો. વધુમાં મતગણત્રીનો સમય વીતી રહ્યો હોવાથી ફરજ ઉપરના ચૂંટણી અધિકારી દ્વારા એ.એસ.આઈ પ્રવીણભાઈ ચંદ્રાલાને ફોન કરવા છતાં ફોનનો પણ રીપ્લાય આપવામાં આવ્યો ન હતો.

બીજી તરફ આ મામલે ચૂંટણી ફરજમાં બેદરકારી અંગે જિલ્લા કલેકટર દ્વારા જિલ્લા પોલીસવડાને ગંભીર રિપોર્ટ કરવામાં આવતા જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલા દ્વારા ફરજ પ્રત્યે બેદરકારી દાખવનાર એ.એસ.આઈ પ્રવીણભાઈ ચંદ્રાલાને સસ્પેન્ડ કરવા હુકમ કર્યો હતો સાથે સાથે ઈવીએમ સ્ટ્રોંગરૂમમાં ફરજ ઉપર રહેલા એલઆરના પગાર કાપવાની સાથે ઈજાફા રોકવા અને દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

 

- text