મોરબીમાં પાણીની તંગી વચ્ચે દરરોજ લાખો લીટર પાણીનો વેડફાટ

- text


મોરબીમાં છેલ્લા ૬ મહિનાથી તૂટેલી પાઇપલાઈન રીપેર કરવાનો તંત્ર પાસે સમય નથી!!

મોરબી : મોરબીની આયુષ હોસ્પિટલ પાસે રોડ પર છેલ્લા ૬ મહિનાથી તૂટેલી પાઇપલાઇનને રીપેર કરવા માટે તંત્ર પાસે સમય નથી તેવું લાગી રહ્યું છે. દરરોજ અહીં  લાખો લીટર પાણીનો વેડફાટ થતો હોવા તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકોમા રોષની લાગણી પ્રગટી છે.

- text

મોરબીમા આયુષ હોસ્પિટલ પાસે ક્રિષ્ના ટ્રાવેલ્સ વાળી શેરીમાં ૬ મહિના પૂર્વે પાઈપલાઈનમાં ભંગાણ થયું હતું. જેથી છેલ્લા ૬ મહિનાથી અહીં તૂટેલી પાઇપલાઇનમા તેમજ ભૂગર્ભ ગટરમાંથી લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ બાબતે નગરપાલિકા તંત્રને અગાઉ ઘણી વખત જાણ કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.

એક તરફ સમગ્ર જિલ્લામાં ઓછો વરસાદ પડ્યો હોવાથી પાણીની તંગી સર્જાઈ છે. ત્યારે બીજી તરફ શહેરમાં તંત્રના વાંકે દરરોજ લાખો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. જેથી સ્થાનિકોમાં પણ રોષની લાગણી જન્મી છે.

 

- text