મોરબી નગરપાલિકામાં બદલીનો ગંજીપો ચીપતા ચીફ ઓફિસર

- text


કેટલાક વિભાગોમાં કર્મચારીઓની દાંડાઈની રાવ ઉઠતા સાફસફાઈ

મોરબી : મોરબી નગરપાલિકામાં વોટરવર્કસ, જન્મમરણ, એકાઉન્ટ અને બાગબગીચા સહિતના વિભાગમાં ચીફ ઓફિસર દ્વારા બદલીનો ગંજીપો ચીપવામાં આવતા દિવાળી ટાણે કેટલાયને પેટમાં દુખાવો ઉપડી ગયો છે.

- text

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા દ્વારા દિવાળી સમયે જ આંતરિક સાફસફાઈના ભાગરૂપે બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો હતો જેમાં વોટરવર્ક્સના જયેશ આર.જાનીને બાગબગીચા શાખા, કે.કે.કાલરિયાને એકાઉન્ટ નો વધારાનો હવાલો, મહેન્દ્રભાઈ ખાખીને જન્મમરણ વિભાગ, ભાવેશભાઈ દોશીને ઇન્ટર્નલ ઓડિટર અને એન્જીનીયર હરેશ પટેલને વોટરવર્ક્સનો હવાલો સોંપવા હુકમ કરવામાં આવ્યો છે.

- text