લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે મોરબીમાં સંબોધી હતી સભા

- text


હાલના જુના બસસ્ટેન્ડ નજીક કોંગ્રેસના અધિવેશનમાં મોરબી આવ્યા હતા સરદાર સાહેબ

મોરબી : ભારતના રાજા રજવાડાને એક કરીને અખંડ ભારતના નિર્માણમાં જેનો સિંહફાળો હતો તેવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દેશ જ નહિ દુનિયાની સૌથી મોટી પ્રતિમાનું આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના કાર્યકાળ દરમ્યાન સ્વરાજની ચળવળ માટે તેમજ દેશના દેશી રજવાડાને એક કરીને હિન્દુસ્તાનમાં રહેવા માટે સમજાવવા જુદાજુદા ગામ, શહેર, તાલુકા, જીલ્લા અને રાજ્યોની મુલાકાત લીધી હતી જેમાં મોરબીનો પણ સમાવેશ થાય છે.

મોરબીના પીઢ ગાંધીવાદી અગ્રણી અને માજી ધારાસભ્ય ગોકળદાસ પરમાર જૂની યાદોને વાગોળતા જણાવે છે કે હાલના જુના બસ સ્ટેન્ડ તરીકે ઓળખાતા વિસ્તારમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું અને આ અધિવેશનના અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. આ અધિવેશન મળ્યું ત્યારે તેમની ઉંમર માત્ર સાત વર્ષની જ હતી જેથી રાજકારણની તેમને ખબર પડતી ન હતી પરંતુ રજવાડાના સમયમાં ટોપીઓ પહેરી શકાતી ન હતી અને આ અધિવેશનમાં આવે તેમને સફેદ કલરની મફત ટોપી આપવામાં આવતી હતી જેથી તે ટોપી લેવા માટે કોંગ્રેસના અધિવેશનમાં ગયા હતા ત્યાર બાદ તેમણે કોલેજ સુધીનો અભ્યાસ કર્યો હતો જો કે ત્યારે ગાંધીજીથી પ્રેરાઈને તેમને અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો અને તે લોક લડત માટે સક્રિય થયા હતા.

- text

ગાંધીજી અને સરદાર પટેલની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે દેશને એક કરવા માટે રજવાડાને ત્યાગ કરવા માટે તૈયાર કરનારા સરદાર પટેલ પહેલા ગાંધીજીની મજાક કરતા હતા પરંતુ સમય જતા તે તેમની સાથે આવ્યા હતા જો કે, તે સમયે ગાંધીજીને મહાત્માનું બિરુદ મળ્યું ન હતું તે હક્કિત છે જે સમયે દેશને આઝાદી મળવાની હતી ત્યારે દેશના પ્રથમ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને બનાવવામાં આવે તેવી કોંગ્રેસના તમામ આગેવાનોની ત્યારે લાગણી હતી જો કે, ગાંધીજીએ ના કહેતા સરદાર વલ્લભભાઈ પટેલે દેશના વડાપ્રધાન પદનો ત્યાગ કરી દીધો હતો જે વાતનો ઈતિહાસ પણ સાક્ષી હોવાનું તેઓએ અંતમાં ઉમેર્યું હતું.

- text