વાંકાનેરના લાલપર નજીક આઇસર હડફેટ લેતા વૃદ્ધનું મોત

- text


વાંકાનેર : વાંકાનેરના લાલપર નજીક આઇસર મેટાડોર ચાલકે બાઇક સવાર ગરાસિયા વૃદ્ધને અડફેટે લેતા કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ નેશનલ હાઇવે પર લાલપર નજીક જી.જે.-૧૬.જેડ-૪૮૭૭ નંબરના આઇસર ચાલકે ઘનુભા જામભા ઝાલા ઉવ.૭૩ વર્ષ વાળા પોતાનું બજાજ પ્લેટીના લઈને જતા હતા ત્યારે અડફેટે લેતા ફંગોળાઇ રોડ પર પડી જતા માથામાં ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

આ મામલે મૃતકના પુત્ર રઘુવિરસિંહ ઘનુભા ઝાલા, ઉ.વ ૪૨ ધંધો ખેતી રહે રંગપરબેલા તા.જિ. મોરબીવાળાની ફરિયાદના આધારે વાંકાનેર પોલીસે આઇસર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text