હળવદ ધારાસભ્ય સાબરીયાના એક દિવસના રિમાન્ડ મંજુર

- text


પોલીસ કાફલો મોરબી કોર્ટમાં : સહ આરોપી વકીલ ગણેશીયા પણ એક દિવસના રિમાન્ડ ઉપર

મોરબી : તળાવ કૌભાંડિયાઓ પાસેથી લાંચ લેવા મામલે મોરબી પોલીસ દ્વારા હળવદ ધારાસભ્ય અને તેમના નજીકના ગણાતા વકીલની ધરપકડ બાદ આજે પોલીસ રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરતા લોકોના ટોળે ટોળા જામ્યા હતા.અને નામદાર અદાલતે બન્ને પક્ષની દલીલ સાંભળી ધારાસભ્ય અને તેમના સાથીદારને એક દિવસના રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કરતા ચકચાર જાગી છે.

- text

મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના હેઠળ કરોડો રૂપિયાનું તળાવ કૌભાંડ આચરવામાં આવતા આ કૌભાંડને વિધાનસભામાં નહિ ઉખેડવા બદલ લાખો રૂપિયા કૌભાંડકારો પાસેથી લેવા બદલ મોરબી પોલીસ દ્વારા હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા અને તેમના નિકટના સાથી એવા વકીલ ભરત ગણેશિયાની ધરપકડ બાદ આજે બન્નેના રિમાન્ડની માંગ સાથે મોરબી અદાલતમાં રજૂ કરાતા અદાલતમાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

જો કે પોલીસ રિમાન્ડ માંગવા મામલે સરકારપક્ષ અને બચાવપક્ષે ધારદાર દલીલો થયા બાદ નામદાર અદાલત દ્વારા ધારાસભ્ય સાબરીયા અને વકીલ ભરત ગણેશીયાને એક એક દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા

- text