મોરબીમાં મશ્કરીમાં માથાકૂટ : માથામાં બેટ ફટકારી હેમરેજ

- text


કુબેરનગરની ઘટના છ વિરુદ્ધ ગુન્હો નોંધાયો : સમાપક્ષે પણ ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના કુબેરનગરમાં એક બીજાની મશ્કરી કરવામાં મામલો બીચકતા છ શખ્સોએ યુવાન ઉપર હુમલો કરી માથામાં બેટ ફટકારી હેમરેજ કરી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જો કે સમાપક્ષે પણ ફરિયાદ નોંધાવી છે.

જાણવા મળ્યા મુજબ મોરબીના કુબેરનગર શેરી નંબર – ૪ માં માતાજીના ચોક નજીક મશ્કરી કરવા મામલે ફરિયાદી જયદેવસિંહ મહાવિરસિંહ રાણા, ઉ.વ.૩૫ ધંધો-ડ્રાઇવીંગ રહે. મોરબી, નવલખી રોડ, અમૃત પાર્ક-૨ વાળાના ભાઈને
(૧) દિગપાલસિંહ બટુકસિંહ જાડેાજા (૨) દિગ્વિજયસિંહ બટુકસિંહ જાડેાજા બન્ને રહે. કુબેર નગર-૪ તથા બીજા ચાર અજાણ્યા માણસોએ ક્રિકેટ રમવાના બેટ વતી માર મારતા ફરીયાદીને આરોપીએ ક્રિકેટના બેટ વતી માથામાં ડાબા કાન ઉપરના ભાગે મારતા હેમરેજ જેવી ઇજા થઇ હતી.

- text

સામાપક્ષે દિગ્વિજયસિંહ બટુકસિંહ જાડેજા, ઉ.વ.૪૫ ધંધો- એસ.ટી.કંડક્ટર રહે. મોરબી, હર્ષ વાટીકા સોસાયટી, ત્રિલોકધામ મંદિર પાસે મોરબી વાળાએ પણ યુવરાજસિંહ મહાવિરસિંહ રાણા અને જયદેવસિંહ મહાવિરસિંહ રાણા વિરુદ્ધ પોતાના ઘર પાસે ગાળા ગાળી કરતા હોય ના પાડતા લાકડી વડે હુમલો કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.

- text