અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અનોખો ટિફિનસેવા યજ્ઞ ચલાવતું ટંકારાના નેસડાનું દંપતિ

- text


દંપતી આશરે પંદરથી વીશ હજાર માસિક ખર્ચ કરીને દર્દી દેવો ભવ: નો મંત્ર જપી સેવા પુરી પાડે છે

ટંકારા : આજના આધુનિક યુગમાં સંવેદના મરી પરિવારી હોય તેવી સ્થિતિમાં સંતાનોને પોતાના જ માતાપિતા બોજરૂપ લાગતા હોય અનેક વડીલો વૃધ્ધાશ્રમમાં આશ્રય લેતા હોવાના દાખલ મોજુદ છે ત્યારે ટંકારા તાલુકાના નેશડા (સુ) ના કાસુન્દ્રા પટેલ દંપતી દ્વારા દર્દી દેવો ભવ: ના મંત્ર સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી દર્દીઅોને ટીફીન સેવા પુરી પાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

સિવિલ હોસ્પિટલમાં કેન્સરથી મોટાભાઈનું મૃત્યું થતા કાસુન્દ્રા દંપતીઅે અનોખા યજ્ઞની શરુઆત કરી છે અને ગામડાઅોના દર્દીઅોની સેવા કરે છે. ગામડાઅોમાંથી આવનાર દર્દીઅો માટે કાસુન્દ્રા દંપતી આશિર્વાદરુપ બન્યું છે. ટંકારા તાલુકાના નેશડા-સુરજીના વતની અને ઈ.સ. ૨૦૧૦ થી સેવાયજ્ઞની શરુઆત કરનાર કાંતીભાઈ કાસુન્દ્રા અમદાવાદના નવા નિકોલમા રહે છે તેમજ સરસપુરની નાલંદા વિધાવિહાર સંકુલમાં અેક શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે.

આજના સમયમાં જયારે ઘરની સ્ત્રી ઘરના પરિવારને જમાડવામા પણ કંકાસ કરે છે ત્યારે આ કાસુન્દ્રા દંપતી કોઈપણ નાતજાતના ભેદભાવ રાખ્યા વિના જ “માનવ સેવા અે જ પ્રભુ સેવા” સમજી અમદાવાદની સિવિલ હોસ્પિટલમા રજાના દિવસોમા કાંતીભાઈ તેમજ અન્ય દિવસોમા તેમના ધર્મપત્ની ભાવનાબેન કેન્શર પિડીત દર્દીઅોને ભાવતા ભોજન ઘેર જાતે બનાવી પોતે ખુદ ટીફિન લઈને સિવિલ પહોચી જઈ તેમના હાથે આ દંપતી દર્દીઅોને જમાડીને “માનવ સેવા અે જ પ્રભુ સેવા” નો અોડકાર લે છે.

- text

મોરબી જીલ્લામાંથી તેમજ અન્ય જીલ્લામાંથી પણ આવતા ગામડાઅોના દર્દીઅો માટે જમવાની, દવાની રહેવાની વ્યવસ્થા પણ કરી આપે છે. આ માટે સેવા કરતા કાંસુન્દ્રા દંપતીને અમદાવાદની કેન્શર સિવિલ હોસ્પિટલ તરફથી આઈ કાર્ડ પણ આપવામા આવેલ છે. કાંતિભાઈ શિક્ષક હોવાથી શાળાઅેથી છુટ્યા બાદ તે પણ આ સેવાયજ્ઞમા પહોચી જાય છે ત્યાં સુધી તેમના ધર્મપત્ની ભાવનાબેન સવારના આઠ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી પિડીત દર્દીઅોની સારસંભાળ પણ રાખે છે.

આ દંપતી આશરે પંદરથી વીશ હજાર માસિક ખર્ચ કરીને પોતાની સેવા પુરી પાડે છે, આવનાર દર્દીઅોના પરિવારને તમારે શું શું સાથે લાવવાનું છે જેમ કે માઁ અમૃતમ્ કાર્ડ, આધારકાર્ડ, ફોટા, બીજે દાખલ થયા હોય તો તેમના રિપોર્ટ જેવી અન્ય માહિતી આપી પછી અમદાવાદ સિવિલમા આવવાનુ કહે છે. તેમજ બ્લડ ડોનેશન કેમ્પ, કેન્શર નિદાન કેમ્પ પણ કરે છે. પોતાના સ્વખર્ચે દંપતી મોરબીના ગામડાઅોમા વ્યસનમુક્તિ અને કેન્સર વિશેની માહિતી પણ પુરી પાડે છે.

આમ જોઈઅે તો આ કાસુન્દ્રા દંપતી કેસ કઢાવવાથી લઈને નિદાન માટે કરાતા આઠથી દશ જાતના રિપોર્ટ પણ સાથે રહીને કરાવી આપે છે કોઇ પરિવારને ભટકવું કે હેરાન થવુ પડતુ નથી. જયારે ટેલિફોનિક સાથે ભાવનાબેન સાથે વાત કરવામા આવી ત્યારે જણાવ્યું કે. અેક સમયે પોતાના જેઠની સારવાર, રિપોર્ટ, ભોજન માટે મુશ્કેલી ભોગવી હતી તેવી મુશ્કેલી આજના દર્દીઅોને ન પડે તે હેતુસર તેમનું જીવન પરિવર્તન થતા આ સેવાયજ્ઞ ચાલુ કરીને સમાજને નવો રાહ બતાવ્યો છે. આ બાબતે પ્રેસ મિડિયાઅે પણ ઘણીવાર નોંધ પણ લિધેલ છે. અંતમા કાંતીભાઈ કાસુન્દ્રાઅે જણાવ્યુ હતુ કે ગમે ત્યારે મોરબી જીલ્લાવાસીઅો તેમના મોબાઈલ નં.૯૩૭૪૯ ૬૫૭૬૪ પર કોન્ટેક્ટ કરી શકો છો. અને ભવિષ્યમા પણ મારે ટ્રસ્ટ બનાવી દર્દીઅોને રહેવા જમવાની સગવડતા રહે તે માટે આયોજન પણ ચાલુ છે.

- text