મોરબીની મૌલાઈ રાજા સાહેબ દરગાહને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માંગ

- text


દાઉદી વ્હોરા સમાજના આસ્થાના પ્રતિક એવી રાજા મૌલાઈ દરગાહને ખુશ્બૂ ગુજરાત કી જાહેરાતમાં સમાવવા પણ માંગણી

મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલ દાઉદી વ્હોરા સમાજના આસ્થાના પ્રતીક સમાન રાજા મૌલાઈ સાહેબની દરગાહને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી ખુશ્બૂ ગુજરાત કી જાહેરખબરમાં સમાવેશ કરવા માંગણી ઉઠાવવામાં આવી છે.

મોરબીમાં દાઉદી વ્હોરા સમાજના વિશ્વવિખ્યાત સંત મૌલાઈ રાજા સાહેબ દરગાહ આવેલ છે જયા દેશવિદેશથી વર્ષ દરમ્યાન લાખો લોકો આ યાત્રાધામની જગ્યાએ આવે છે અને સમગ્ર વિશ્વ લેવલે વ્હોરા જ્ઞાતીના તિર્થધામ પૈકીનું આ સ્થળ છે પરિણામે મોરબી શહેમાં એક પ્રવાસી સ્થળ તરીકે આગવુ સ્થાન ધરાવે છે. તેમજ મોરબી કલેકટર દ્વારા મોરબી ટુરીઝમમાં સમાવેશ કરવામાં આવેલ છે અને હેરીટેજ વોકમાં પણ સમાવેશ કરવામાં આવેલ છે.

- text

વધુમાં દરગાહના સંચાલકો દ્વારા મૌલાઈ રાજા સાહેબની દરગાહ જે ઈશ્વરની પરિક્ષાનું જીવતુ જાગતું પ્રતિક છે જેમાં વિશ્વને સંદેશો આપવા એક વિઝન પણ સમાયેલુ છે જે સમયની કિંમત દર્શાવે છે સાદગી, ભાઈચારો અને રાષ્ટ્રને વફાદારી સાથોસાથ ઈશ્વર સાથેનો સીધો સબંધ દર્શાવતું આ પ્રતિક છે.આ અંગે સરકારશ્રીના ઉક્ત તમામ પત્રો દ્વારા વ્યાપક પ્રમાણમાં પત્ર વ્યવહાર થયેલ છે જે સંદર્ભ દ્વારા જાણી શકાય છે જેથી આ પવિત્ર જગ્યાનો “ખુશ્બુ ગુજરાત કી”માં સમાવેશ કરાવી અને સમગ્ર વિશ્વ કક્ષાએ વસેલા શાંતિ અને ભાઈચારા સમાન દાઉદી વ્હોરા સમાજ દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે.

- text