મોરબી અને ટંકારા તાલુકાને પણ અછતગ્રસ્ત જાહેર કરો : ધારાસભ્ય મેરજાની ઉગ્ર માંગ

- text


ધારાસભ્ય બ્રિજેશ મેરજાની નાયબ મુખ્યમંત્રીને રૂબરૂ રજુઆત : જિલ્લાના ખેડૂતોને સમયસર ૧૦૦ ટકા પાક વીમો આપવાની માંગણી

મોરબી : મોરબી જિલ્લાના મોરબી અને ટંકારા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા નથી. ત્યારે આ બન્ને તાલુકાઓને અછત ગ્રસ્ત જાહેર કરીને સમગ્ર જિલ્લાના ખેડૂતોને સમયસર ૧૦૦ ટકા પાક વીમો આપવાની માંગ સાથે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ નાયબ મુખ્યમંત્રીને રૂબરૂ રજુઆત કરી છે.

મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા અછતગ્રસ્ત તાલુકાઓની યાદીમાં મોરબી જિલ્લાના મોરબી અને ટંકારા આ બે જ તાલુકાને બાકાત રાખી દેવામાં આવ્યા છે. જે અન્યાય કર્તા છે. જેને કારણે મોરબી અને ટંકારાના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થનાર છે. ત્યારે સરકારે આ મામલે તાકીદે પગલાં લઈને બન્ને તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા જોઈએ.

- text

વધુમાં જણાવ્યું કે ખેડૂતોને સમયસર ૧૦૦ ટકા પાક વીમો ચુકવવામાં આવે જેથી ખેડૂતોને રાહત મળી શકે. ઉપરાંત જરૂરી સહાય, માલધારીઓ અને પશુઓ માટે ઘાસચારો અને પીવાનું પાણી તાકીદે ઉપ્લબ્ધ કરવામાં આવે. આ સાથે રવિપાક માટે સિંચાઈના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ છે.

- text