મોરબી જિલ્લાના તલાટીઓની આજથી અચોક્કસ મુદતની હડતાલ

- text


જિલ્લાના ૨૪૫ તલાટીઓ માંગણી નહિ સંતોષાય ત્યાં સુધી ફરજ મોકુફી રાખીને વિરોધદર્શક કાર્યક્રમો આપતા રહેશે

મોરબી : મોરબી જિલ્લાના તલાટીઓ આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. જ્યા સુધી તેઓની માંગણીઓ સંતોષવામાં નહિ આવે ત્યાં સુધી તેઓ ફરજ મોકૂફી રાખીને વિરોધ દર્શક કાર્યક્રમો આપતા રહેશે તેવું જાણવા મળ્યું છે.

- text

મોરબી જિલ્લા સહિત રાજ્યભરના તલાટીઓએ વિવિધ પ્રશ્ને સરકાર સામે મોરચો માંડ્યો છે. અગાઉ પણ શ્રેણીબંધ વિરોધ દર્શક કાર્યક્રમો આપ્યા બાદ પણ તલાટીઓની માંગણી સરકાર દ્વારા સ્વીકારવામાં ન આવતા ફરી તલાટીઓએ પોતાની લડત જારી રાખી છે.

મોરબી જિલ્લાની ૩૬૫ ગ્રામપંચાયતના ૨૪૫ જેટલા તલાટીઓ આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. આ સાથે તેઓ આવતીકાલે કાળી પટ્ટી ધારણ કરીને સરકારની નીતિઓ સામે વિરોધ પણ નોંધવાના છે. તલાટી મંડળના જણાવ્યા પ્રમાણે જયા સુધી તેઓના પ્રશ્નોનો ઉકેલ નહિ આવે ત્યાં સુધી તલાટીઓ ફરજ મોકૂફી રાખીને વિરોધ દર્શક કાર્યક્રમો આપતા રહેશે.

- text