આજે પાટીદાર નવરાત્રીમાં ખેલૈયાઓને થકાવશે ઓશમાણ મીર

- text


હિન્દી ફીલ્મમાં ધુમ મચાવનાર ગુજરાતના લોકલાડીલા ઓશમાણ મીર મોરબીમાં ધુમ મચાવશે

મોરબી : દેશ ભરમાં નવલા નોરતાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે મોરબીના પાટીદાર નવરાત્રી મોહત્સવમાં આજે દશેરા પર્વની ઉજવણી નિમીતે ગુજરાતના ધરેણા સમાન ગાયક કલાકાર ઓશમાણ મીર પધારી ખેલૈયાઓને મનભરીને મોજ કરવી થકાવી દેવા આવી રહ્યા છે.

મોરબી પાટીદાર નવરાત્રી મહોત્સ મોરબી દ્રારા છેલ્લા ધણા વર્ષોથી ગૌવંશના લાભાર્થે અને સેવાકીય પ્રવૃત્તિ માટે નવલા નોરતાનુ આયોજન કરવામાં આવે છે, આ વર્ષે નવલા નોરતા બાદ દશેરા પર્વની ઉજવણીમાં ખૈલાયોને મન ભરી રમવા માટે ગુજરાતના નામચીન કલાકાર ઓશમાણ મીરને બોલાવવામાં આવ્યા છે અને આજે ઓશમાણ મીરના ગીત સાથે પાટીદાર નવરાત્રીમાં ખૈલાયાઓને મન ભરી રમવા માટે અનેરૂ આયોજન કરાતા ખૈલાયોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

- text

- text