મોરબીના રાજનગરમા કાલે પીઠળનુ પ્રખ્યાત રામામંડળ

- text


ગાય માટે ધરે ધરે ફરીને એકઠા કરતા યુવાનો દ્રારા કરાયુ રામામંડળનુ આયોજન

મોરબી : મોરબીના રાજનગર ખાતે આવતીકાલે શનિવારે યુવક મંડળ દ્વારા ગૌસેવાના લાભાર્થે પીઠળ ના સુપ્રસિદ્ધ રામામંડળનું આયોજન કરાયું છે.

ધરે ધરે ટહેલીયો ટહુકો કરે
દયા જોળી લઈને હાથ, ધટ ભિતર અલખ ધણી મુખથી ઉચ્ચાર સત્ દેવિદાસ, આવુ જ કાર્ય છેલ્લા ૧૨ વર્ષથી અલખ જોલીના ટહેલીયાવો મોરબીના શ્રીમદ રાજનગરમાં તેમજ આજુબાજુની સોસાયટીમાં ધરે ધરે આંગણે આંગણે જઈ સત્ દેવીદાસનો નાદ જગાવી રખડતી રજડતી ગાયો માટે રોટલાની ટહેલ કરી ગૈસેવા કરી રહ્યા છે ત્યારે તા.૨૦ના શનિવારે રાત્રે ૯ કલાકે રામામંડળનુ આયોજન કરાયુ છે.

- text

મોરબી રાજનગર વિસ્તારમાં છેલ્લા બાર વર્ષથી સત્ દેવીદાસના નાદ કરી શેરી ગલી કે પછી સોસાયટીમાં ફરી યુવાનો દ્રારા ગાય માતા માટે રોટલા એકઠા કરી ગાય માતાને ખવડાવા આવે છે ત્યારે ૧૩માં વર્ષમા આવતાની સાથે યુવાનો દ્રારા ગાયમાતાના રોટલા તેમજ ગાયની સેવા માટે પીઠળનુ પ્રખ્યાત રામા મંડળ તા.૨૦ ના શનિવારે રાત્રે ૯ કલાકે શ્રી મદ રાજનગર, કેનાલ રોડ, ઓમપાર્કની પાછળ, પંચાસર રોડ મોરબીમાં આયોજન કર્યુ છે.

આ ધાર્મિક કાર્યક્રમમાં મોરબી સહીત આજુબાજ વિસ્તારના લોકોને પધારવા આમત્રણ પાઠવવામાં આવ્યુ છે.

- text