મોરબી તળાવ કૌભાંડમાં મજૂર મંડળીના હોદેદારોની આગોતરા જામીન અરજી રદ્દ

- text


નાની સિંચાઈ કૌભાંડમાં ઝડપાયેલા ચારેય આરોપીઓની જામીન અરજી પણ નામંજૂર

મોરબી: નાની સિચાઈ યોજના હેઠળ તળાવોના રીનોવેશન અને રીપેરીંગના નામે કરોડો રૂપિયાના કૌભાંડમાં નિવૃત કાર્યપાલક ઇજનેર સહીત ચારણી ધરપકડ બાદ આ મામલે મોરબી જિલ્લાની જુદી-જુદી ૨૫થી વધુ મંડળીના ૫૦ જેટલા હોદેદારો દ્વારા ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી એનું કરવામાં આવતા કોર્ટે તમામની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હોવાની વિગતો સાંપડી રહી છે. સાથો સાથ હાલમાં જેલ હવાલે થયેલા આરોપીએ છૂટવા માટે જામીન અરજી કરતા એ પણ રદ્દ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લામાં તળાવ કૌભાંડમાં સંડોવાયેલ જુદી – જુદી ૨૫થી વધુ મંડળીના ૫૦ જેટલા હોદેદારો દ્વારા આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી જે મોરબી ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટના જજ રીઝવાનાબેન ઘોઘારીએ રદ્દ કરી નાખતા મંડળીના હોદેદારોમાં ફફડાટ મચી ગયો છે.

દરમિયાન આ તળાવ કૌભાંડમાં સંડોવાયેલ અને હાલ જેલ હવાલે રહેલા જીલ્લા પંચાયતની સિંચાઇ શાખાના નિવૃત ઈજનેર સહિત ચાર આરોપીઓએ જમીન ઉપર છૂટવા કરેલી જમીન અરજી પણ રદ્દ કરી નાખવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text