આ, તે ભાડિયાદના તલાટી કે વડાપ્રધાન !

- text


ભડીયાદ ગામના તલાટી ગ્રામપંચાયત હાજર રહેવાને બદલે અરજદારોને ખાનગી ઓફિસે બોલાવી તતડાવતા હોવાની ડીડીઓને ફરિયાદ

મોરબી : મોરબી તાલુકાના ભડીયાદ ગામના તલાટી કમ મંત્રી પોતે પંચાયત વિભાગના કર્મચારીને બદલે દેશના વડાપ્રધાન હોય તેવા ભ્રમમાં રચ્યા પચ્યા રહી ગ્રામપંચાયતે ફરકતા જ ન હોવાથી ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે આ ઉપરાંત આ તલાટી કોઈપણ અરજદારોને સરકારી કામ માટે પંચાયત કચેરીના બદલે ખાનગી ઓફિસે ધક્કા ખવડાવી ખનખનિયા મેળવવમાં અરજદારોને પરેશાન કરતા હોવાની ચોંકાવનારી ફરિયાદ ડીડીઓ સમક્ષ થતા ડીડીઓ પણ ચોકી ઉઠ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની ભાગોળે આવેલ ભડીયાદ ગામની ગ્રામપંચાયતમાં ફરજ બજાવતા મહિલા તલાટી કમ મંત્રી પોતાની ફરજનું સ્થળ નજીક હોવા છતાં પણ રેગ્યુલર ગ્રામપંચાયત ઘરમાં હાજર રહેતા નથી ઉપરાંત અરજદારોને નાના -નાના કામ માટે પણ અનેક ધક્કા ખવડાવતા હોવાની ચોંકાવનારી ફરિયાદ જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાને કરવામાં આવી છે, આશ્ચર્ય તો એ વાતનું છે કે આ તલાટી સરકારી કામ કાજ માટે પોતાના કોઈ સગાની ઓફિસે અરજદારોને ધક્કા ખાવા મજબુર કરી ખોટી રીતે પરેશાન કરી સોગંદનામાના ખર્ચ કરાવતા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

- text

ઉલ્લેખનીય છે કે ભડીયાદ ગામના ટાળતી કમ મંત્રીને લેખિત અરજી સ્વરૂપે કોઈપણ અરજી કરવામાં આવી હોય તો પણ અરજી ખોવાઈ ગઈ છે હવે નવી અરજી આપો તેવું જણાવી ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા હોય અરજદારોએ કંટાળી ના છૂટકે ડીડીઓને લેખિત ફરિયાદ કરતા ખુદ ડીડીઓ પણ અરજદારોને થતી હેરાનગતીની બાબત જોઈ ચોકી ઉઠ્યા હતા અને યોગ્ય ઉકેલની ખાતરી આપી હતી.

- text