મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા શુક્રવારે મહારેલી અને શસ્ત્ર પૂજન

- text


રાજપૂત ક્ષત્રિય સમાજના બહેન દીકરીઓ માટે શરદ પુનમે રસોત્સવનું આયોજન

મોરબી : મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા આગામી શુક્રવારના રોજ મહારેલી અને શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સમાજના બહેન દીકરીઓ માટે બુધવારે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા આગામી તા. ૧૯ને શુક્રવારના રોજ વિજયાદશમી નિમિતે મહારેલી અને શસ્ત્ર પૂજન કરવામાં આવનાર છે. જેમાં બપોરે ૧:૩૦ કલાકે મહારાણા પ્રતાપ સર્કલ, સામાકાંઠેથી મહારેલીનું પ્રસ્થાન કરવામાં આવશે. આ રેલીમાં રાજપૂત ક્ષત્રિય ભાઈઓ રજવાડી પોશાકમાં તલવાર અને સાફા સાથે જોડાશે. રેલી બાદ શક્તિ માતાજીના મંદિરે, શકત શનાળા ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવશે.

- text

સમાજના દીકરી અને બહેનો પરંપરા અનુસાર રાસ ગરબા લઈ શકે તે માટે આગામી તા. ૨૪ને બુધવારે શરદ પૂર્ણિમાને દિવસે રાત્રે ૯ કલાકે દરબાર ગઢ, જુલતા પુલ પાસે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક ઇનામો પણ રાખવામાં આવ્યા છે.

- text