મોરબી તાલુકા પોલીસ મથકની પ્રાચીન ગરીબીને 25 વર્ષ પૂર્ણ : વૃઘ્ધાશ્રમને 46 હજારનું આદાન અપાયું

- text


મોરબી તાલુકા પોલીસ લાઈનમાં માં શક્તિની આરાધના માટે જાજરમાન આયોજન

મોરબી : મોરબી તાલુકા પોલીસ લાઈન ખાતે છેલ્લા 24 વર્ષથી માં શક્તિની આરાધના માટે પ્રાચીન ગરબીનું આયોજન થાય છે જેમાં વર્ષે ગરબીના આયોજનને 25 વર્ષ પૂર્ણ થતા ગરબી મંડળ દ્વારા જિલ્લા પોલીસવડાના હસ્તે પ્રથમ નોરતે જ વૃદ્ધશ્રમને રૂપિયા 46 હજારનું અનુદાન અપાયું હતું.

- text

મોરબી તાલુકા પોલીસ મથકના સ્ટાફમિત્રો દ્વારા છેલ્લા 25 વર્ષથી પ્રાચીન પરંપરા જાળવી રાખી ગરબીનું આયોજન થાય છે જેમાં આયોજનને 25 વર્ષ પૂર્ણ થતા હોવાથી આ વર્ષે જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.ગઈકાલે જિલ્લા પોલીસવડા કરણરાજ વાઘેલા, ડીવાયએસપી બન્નો જોશી, બી ડીવીજન પીઆઇ ઝાલા, પીએસઆઈ જાડેજા, એલસીબી પીએસઆઇ આર.ટી. વ્યાસ , તાલુકા પીએસઆઇ ગોહિલ સહિતના દ્વારા નવરાત્રીનો શુભારંભ કરાવવાની સાથે મોરબીના વૃઘ્ધાશ્રમ માટે રૂપિયા 46 હજારનું ફંડ એકત્રિત કરી અર્પણ કરવામાં આવ્યું હતું. તથા વૃદ્ધાશ્રમ ના વૃદ્ધો પણ મન મૂકી ને ગરબે રમ્યા હતા.

સમગ્ર આયોજનને સફળ બનાવવા અહીં વસવાટ કરતા બી-ડિવિઝન અને તાલુકા પોલીસના મહેશભાઈ ડાંગર, મહિપતસિંહ જાડેજા, રણધીરભાઈ ડાંગર, મયુરસિંહ, ભાનુભાઇ બાલાસરા સહીત ના સ્ટાફમિત્રો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

- text