બાંગ્લાદેશ, નેપાળ અને ભારત વચ્ચેની ટ્રાઇન્ગ્યુલર સિરીઝમાં મોરબીની વિનય સ્કૂલનો દબદબો : મેડલનો ઢગલો

- text


સ્પીડબોલમાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના ૨૩ વિદ્યાર્થીઓ પૈકી ૧૯ મેડલ મેળવી મોરબીનું નામ સમગ્ર દેશ અને દુનિયામાં રોશન કર્યું

મોરબી : રમત – ગમત ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ સ્પીડબોલ સ્પર્ધામાં ઇન્ટરનેશનલ કક્ષાએ બાંગ્લાદેશ અને યજમાન નેપાળને મહાત કરી ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મળી ૧૯ મેડલ મેળવી મોરબીનું નામ સમગ્ર દેશ અને દુનિયામાં રોશન કર્યું છે.

વિનય સ્કૂલના સંચાલક કુણાલ મેવાના જણાવ્યા મુજબ સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા આયોજિત સ્પીડબોલ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી મોરબીની વિનય ઇન્ટરનેશન સ્કૂલના ૨૩ બાળકો પસંદ થયા હતા. આ અલગ – અલગ વય જૂથના બાળકો બાંગ્લાદેશ અને નેપાળના હરીફ સામે જોરદાર લડત આપી હતી જેમાં ૯ ખેલાડીઓએ ગોલ્ડ, ૫ ખેલાડીઓએ સિલ્વર અને પાંચ ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાર્થીઓમાં ભણતરની સાથે સાથે સ્પોર્ટ્સમાં પણ રસ જળવાઈ રહે તે માટે અથાગ મહેનત કરવામાં આવે છે અને હાલમાં સ્કૂલમાં ચાર સ્થાનિક અને બે કોચ રાજકોટથી બાળકોને ખાસ તાલીમ આપી આજે ઇન્ટરનેશનલ લેવલે સિદ્ધિ પ્રાપ્ત કરી હોવાનું જણાવ્યું હતું.

- text

વધુમાં નેપાળ ખાતે યોજાયેલ સ્પીડબોલ ઇન્ટરનેશલ ટ્રાઇન્ગ્યુલર સિરીઝમાં સિંગલ ઇવેન્ટ ભાઈઓમાં અવધ રાઠોડ ગોલ્ડ મેડલ, ઈશાન પાબાણી બ્રોન્ઝ મેડલ, મિત ભૂત, ગોલ્ડ મેડલ, રોમિત કોરડીયા સિલ્વર મેડલ, કરનીક અમૃતિયા ગોલ્ડ મેડલ, મિત સુવારીયા બ્રોન્ઝ મેડલ, દીપ ભાડજા ગોલ્ડ મેડલ, જેમિલ કોરડીયા સિલ્વર મેડલ, ભવ્ય કાંજીયા બ્રોન્ઝ મેડલ, નેવીલ સિરવી બ્રોન્ઝ મેડલ, કવન વરમોરા ગોલ્ડ મેડલ, યશ રાજા બ્રોન્ઝ મેડલ, ધ્રુવ ધમાસણા સિલ્વર મેડલ મેળવ્યા હતા.

જ્યારે સોલો ઇવેન્ટમાં મિત ભૂત દ્વિતીય અને ધ્રુવ ધમાસણા સિલ્વર મેડલ લાવ્યા હતા. તો નિયતિ અગ્રાવત, પલક કૈલા, વેગા સૈની અને અવની રાઠોડ ગોલ્ડમેડલ લાવી કુલ ૨૩ પૈકી ૧૯ ખેલાડીઓએ મેડલનો ઢગલો કરી દીધો હતો.

વિનય ઇન્ટરનેશનલ સ્કૂલની યશ કલગીમાં પીછું નહિ પણ મેડલોનો ઢગલો કરવામાં સ્કૂલના કોચ પરેશભાઈ ચાક, મનીષભાઈ અગ્રાવત, સમીરભાઈ આચાર્ય અને કુલકુમાર ચોરપગાર સહિતનાઓની અથાગ મહેનત અને ખેલાડીઓની ધગશ રંગ લાવી હોવાનું શાળા સંચાલકોએ અંતમાં જણાવ્યું હતું.

- text