મોરબીની સેન્ટમેરી સ્કૂલ પાસેની ફાટકે ઓવરબ્રિજ બનાવવા મુખ્યમંત્રીને રજુઆત

- text


જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા દ્વારા કરાઈ રજુઆત

મોરબી : ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા મોરબીના નવલખી રોડ પર ટ્રેનની સવિશેષ અવર જવરને કારણે ફાટકને કારણે ભયંકર ટ્રાફિક સમસ્યા રહેતી હોય જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ પટેલ દ્વારા નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલ પાસેના રેલ્વે ફાટક નં.૩૪-સી પર ઓવરબ્રિજ બનાવવા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત કરવામાં આવી છે.

મોરબી શહેરમાં નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલ પાસેના રેલ્વે ફાટક નં.૩૪-સી પર રેલ્વે ઓવરબ્રીજ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવા જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે, રેલ્વે ફાટક પાસે જ સ્કૂલો આવેલ હોય સવાર-બપોર-સાંજ સતત સ્કૂલ વિદ્યાર્થીઓનો, સ્કૂલ વાહનોનો તથા ભારે વાહનોની અવર-જવરનો ટ્રાફિક સતત રહેતો હોય. ટ્રાફિક સમસ્યા નિવારવા અને અકસ્માતો ઘટાડવા વહેલી તકે આ રેલ્વે ફાટક માટે ઓવરબ્રીજ બનાવવાની તાકીદે જરૂરી છે.

- text

વધુમાં રજુઆતમાં જણાવાયુ હતું કે, મોરબી શહેરમાંથી નવલખી પોર્ટ તરફ જવા તેમજ કચ્છ બાયપાસ તરફ જવાનો આ મુખ્ય રસ્તો હોય સતત રહેતી ટ્રાફિક સમસ્યા નિવારવા વહેલી તકે આ રેલ્વે ફાટક નં. ૩૪ – સી પર રેલ્વે ઓવરબ્રીજ બનાવવાની જરૂર છે.

નવલખી તરફથી તથા કચ્છ તરફથી દહીંસરા જંકશન થઈને આવતી માલગાડીઓ અહીંથી સતત પસાર થતી હોય. દિવસ દરમિયાન વારંમવાર ફાટક બંધ રહે છે અને આખો દિવસ રેલ્વે ફાટક પાસે લાંબી ટ્રાફિકની લાઈનો રહે છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને આ ફાટકથી પસાર થઈ રહેલા શહેરીજનો વાહનોના ઘોંઘાટમાં અને કાર્બન ડાયોક્સાઈડ યુક્ત પ્રદૂષણ ભરેલા હાનિકારક ધૂમાળાવાળા ટ્રાફિકમાં ઊભા રહેવા મજબૂર બનવુ પડે છે.

આથી વહેલી તકે મોરબી – નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલ પાસેના રેલ્વે ફાટક નંબર ૩૪ – સી પર રેલ્વે ઓવરબ્રીજ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી અપાવવા કાર્યવાહી હાથ ધરવા જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text