વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા મોરબીમાં સૌ પ્રથમ વખત ફેસબુક લાઈવ રસોઈ શો

- text


તમારે પિત્ઝા, કપ કેક, રવા ઈડલી, પનીર ટીકા બનાવતા શીખવું હોય તો હમણાં જ વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સનું ફેસબુક પેઈજ લાઈક કરો

મોરબી : મોરબીના વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા રસોઈની રાણી ગૃહિણીઓ માટે મોરબીમાં સૌ પ્રથમ વખત પ્રખ્યાત શેફ ના સથવારે માઇક્રોવેવ ઓવન કુકિંગ કલાસ લાઈવ શો યોજવામાં આવ્યો છે ! મેડમ મૂંઝાવાની જરૂર નથી આપ આ લાઈવ રસોઈ શો માં રૂબરૂ ન જઈ શકો તો વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સના ફેસબુક પેઈજ પર પણ નિહાળી શકશો.

મોરબીના ગ્રાહકો માટે હંમેશા કંઈક નવું કરવાની ભાવના ધરાવતા વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા આવતીકાલે મોરબીની સન્નારીઓ માટે પ્રથમ વખત જ માઇક્રોવેવ ઓવન કુકિંગ કલાસ લાઈવ શો યોજવા નક્કી કર્યું છે જેમાં વાનગીઓના બેતાજ બાદશાહ બૈજુ ઠક્કર ગૃહિણીઓને અવનવી ચટાકેદાર, ચટપટી વાનગીઓ ફટાફટ કેમ બનાવવી તે અંગે વિસ્તૃત જાણકારી આપશે.

આવતીકાલે તારીખ 4 ઓક્ટોબરને ગુરુવારે બપોરે બે વાગ્યે વિઆન્સ ઇલેક્ટ્રોનિકસ શોરૂમ ખાતે શૈફ બૈજુ ઠક્કર રસોઈની રાણીઓ માટે પિત્ઝા, કપ કેક, રવા ઈડલી અને પનીર ટીકા સહિતની વાનગીઓ બનાવવા અંગે માઇક્રોવેવ ઓવન કુકિંગ કલાસ લાઈવ રેસિપી રજૂ કરશે.

- text

આ માઇક્રોવેવ ઓવન કુકિંગ કલાસ લાઈવ શો અંગે વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સના સન્નીભાઈએ જણાવ્યું હતું કે મોરબીની ગૃહિણીઓ માટે માઇક્રોવેવ ઓવન કુકિંગ કલાસ લાઈવ રસોઈ શો પ્રથમ વખત જ યોજવામાં આવી રહ્યો છે ત્યારે બાળકો અને વડીલોને કારણે વ્યસ્ત શેડ્યુલમાં ઘર બહાર ન નીકળી શકતા બહેનો માટે અમે અમારા વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સના ફેસબુક પેઈજ ઉપર આખો રસોઈ શો લાઈવ કરવા નકકી કર્યું છે જેથી ગૃહિણીઓ ઘરે બેઠા પણ ચટપટી વાનગી બનાવતા શીખી શકશે.

તો હવે રાહ કોની જુઓ છો અત્યારે જ લાઈક કરો વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સનું ફેસબુક પેઈજ અને શીખી લો પિત્ઝા, કપ કેક, રવા ઈડલી, પનીર ટીકા બનાવતા.

- text