વાંકાનેરમાં સીટી પીઆઇના ગેરવર્તનના વિરોધમાં ઉપવાસ આંદોલન : વિવિધ સંસ્થાએ ટેકો આપ્યો

- text


નવરાત્રીનો ફંડ ફાળો એકત્રિત કરતા સ્વયંસેવકોને ધમકી આપી અભદ્ર ભાષાનો ઉપયોગ અને ગુનેગાર જેવું વર્તન કરાયાના આક્ષેપો : જીતુ સોમાણી નું અન્નસન, સહયોગીઓના પ્રતિક ઉપવાસ

વાંકાનેર : નવરાત્રીમાં પગપાળા માતાના મઢે જતાં શ્રદ્ધાળુઓની સેવાના આયોજન માટે લોકફાળો એકત્રિત કરવા માટે વાંકાનેર ટોલનાકા પાસે યુવકો વાહનચાલકો પાસે સ્વેચ્છીક ફંડ ઉઘરાવતા હતા ત્યારે આ સમયે ત્યાંથી પસાર થેયલા વાંકાનેર સીટી પીઆઇ બી.ટી.વાઢીયાએ આ ફાળો ઉઘરાવતા સ્વયંસેવકોને અભદ્ર ભાષામાં વાત કરી, ગાળો આપી અને ધમકી આપેલ કે અહીં આવો કોઇ ફાળો એકત્રિત કરવો નહીં આ રોડ તમારા બાપનો નથી જો હવે ક્યારેય અહીં જોયા તો અંદર કરી દઈશ એમ કહી આ યુવાનો કોઈ મોટા ગુનેગારો હોય તેવું વર્તન કરી તેમને ત્યાંથી કાઢી મુકવામાં આવેલ. આ ઘટનામાં પોલીસના ગેરવર્તનના વિરોધમાં વાંકાનેરના આગેવાન જીતુ સોમાણી દ્વારા આજથી અનસન પર બેઠા છે ત્યારે આ ઉપવાસ છાવણીની વાંકાનેર ગર્લ્સ હાઈસ્કૂલની દીકરીઓએ મુલાકાત લીધી અને જીતુભાઈને પોતાનું સંપૂર્ણ ટેકો જાહેર કરી કહ્યું કે હિન્દુ સમાજને થતા અન્યાય સામે અવાજ ઉઠાવનારની સાથે જ છીએ અને આવું ગેરવર્તન કરનારને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.

- text

આ ઉપરાંત ઉપવાસ છાવણી ની મુલાકાતે વાંકાનેર યુવરાજ કેસરી દેવસિંહજી, પ્રગ્નેશ પટેલ (ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ), વિનુભાઈ કોટક (કરિયાણા એસોસિયન પ્રમુખ), દયાલસિંહ દયાની (લાયન્સ ક્લબ), વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, શિવસેના, ગૌરક્ષકના આગેવાનો તેમજ વાંકાનેર શહેર અને તાલુકા ભાજપના આગેવાનોએ મુલાકાત લઇ પોતાનો સંપૂર્ણ ટેકો જીતુભાઈને જાહેર કરેલ છે અને જરૂર પડ્યે વધુ જલદ આંદોલન અંગે સાથ સહકારની ખાતરી આપેલ છે.

 

- text