મોરબીમાં ઉમિયા નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન, જાણો વધુ વિગત

- text


ઉમિયા નવરાત્રી મહોત્સવમાં એકત્રિત થતા ફાળાની રકમમાંથી પટેલ સમાજ વાડીનું નિર્માણ કરવાની જાહેરાત

મોરબી : મોરબીમાં છેલ્લા ૮ વર્ષથી ઉમિયા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવા માં આવે છે. આ વર્ષ ૯ માં વર્ષ માં મંગલ પ્રવેશ સાથે મોરબીની પ્રજાને અલગ રીતે ગરબા રમી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉમિયા નવરાત્રી માં જે કઈ ફાળો એકત્રિત કરવામાં આવે છે એ મોરબી માં પટેલ સમાજ વાડી નું નિર્માણ થાય એ હેતુ થી આ ઉમિયા નવરાત્રી નું આયોજન કરવા માં આવે છે સાથો સાથે મોરબી માં પણ જરૂરી જગ્યા પર યોગ્ય વસ્તુઓ ના યોગદાન પણ આપવામાં આવે છે.જોવા જઈએ તો દર વષે અલગ અલગ સહાય કરવામાં આવી રહી છે જેમ કે ૨૦૧૦ માં શ્રી અપૂર્વામુની સ્વામીની આદ્યાત્મિક જ્ઞાન શ્રવણ કથા નું આયોજન કરવા માં આવ્યું હતું ૨૦૧૧ માં નવાબસ સ્ટેન્ડ ખાતે સરદાર પટેલ ના સ્ટેચ્યુ સાથે સર્કલ બનાવી મોરબી ની જનતા ને અર્પણ કર્યું ૨૦૧૨ માં ભાણદેવજી આશ્રમ જોધપર ખાતે પાણીના બોર ની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી ૨૦૧૪ માં રવાપર ચોકડી થી રફાળેશ્વર સુધી વૃક્ષ ઉછેર માટે નિયમિત પાણી મળી રહે એ માટે ટ્રેક્ટર અને ટેન્કર નું આયોજન કરી આપીયું હતું. ૨૦૧૫ માં મોરબી ના લોકો ને અમદાવાદ પાટીદાર સંમેલન માં આવા જવા માટે ૨૫ બસ નું આયોજન કરી આપીયું હતું ૨૦૧૬ માં મોરબી સીટી માં સી.સી. ટીવી કેમેરા ગોઠવવા માટે ઉમિયા નવરાત્રી તરફથી ૧૦ કેમેરા અને ૧૦ ટાવર નું પણ યોગદાન આપવામાં આવ્યું હતું

- text

ઉમિયા નવરાત્રી મહોત્સવ નો મુખ્ય ઉદેશ મોરબીની પાટીદાર દીકરા – દીકરીઓ શાંત વાતાવરણ માં ગરબા રમી શકે અને ભવિષ્ય માં મોરબી માં પટેલ સમાજ વાડી નું નિર્માણ થાય એ મુખ્ય ઉદેશ થી ઉમિયા નવરાત્રી મહોત્સવ ની ટીમ ઘણી મહેનત કરી આ નવરાત્રી નું આયોજન કરવા માં આવી રહયું છે.

આ વર્ષ ૨૦૧૮ માં મોરબી ની ઉમિયા નવરાત્રી 10-10 થી 18-10 સુધી લેક્સેસ ગ્રાઉન્ડ , લીલાપર રોડ પર આયોજન કરવા માં આવ્યું છે જેમાં ઉમિયા નવરાત્રી દ્વારા લેડીશ અને જેન્ટ્સ ને અલગ અલગ ટાઈમ માં ફ્રી દાંડિયા કલાસીસ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ઉમિયા નવરાત્રી મહોત્સવના આયોજનની વિગત માટે વિડિઓ જુઓ…

 

- text