મારી દીકરીને ઇનામ કેમ ન આપ્યું ! ટંકારામાં ઢીશુમ ઢીશુમ

- text


સરપંચની ચૂંટણી મામલે જૂનો રાગદ્વેષ પણ ઝઘડામાં કારણભૂત : સામસામી ફરિયાદ

ટંકારા : ટંકારામાં વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઇનામ આપવા મામલે તેમજ સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી મામલે બે પરિવાર વચ્ચે ડખ્ખો થતા પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાઇ હતી.

ઘટના અંગે જાણવા મળતી હકીકત મુજબ ધર્મેન્દ્રભાઇ મણીલાલભાઇ કકકડ જાતે લોહાણા ઉ.વ. ૩૫ ધંધો વેપાર રહે. ટંકારા જીવાપરા શેરી તા. ટંકારા વાળાએ (૧) હાર્દિક અશોકભાઇ સેજપાલ (૨) અશોકભાઇ હરજીવનભાઇ સેજપાલ (૩) ભાવીનભાઇ અશોકભાઇ સેજપાલ રહે. બધા- ટંકારા જીવાપરા શેરી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી સમાજના વિધાર્થીઓને ઇનામ વિતરણ નુ ફંકશન હોય જેમા પોતાની દિકરીને ઇનામ આપેલ નહી તેમજ અગાઉ સરપંચ ની ચુટણીમાં ઉમેદવારી કરેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ગાળો આપી ઝપાઝપી કરી મૂઢ મારી ઇજા કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાવી હતી.

- text

સમાપક્ષે હાર્દિકભાઇ અશોકભાઇ સેજપાલ જાતે લોહાણા ઉ.વ. ૨૪ ધંધો-વેપાર રહે. ટંકારા જીવાપરા શેરીવાળાએ (૧) ધર્મેન્દ્ર મણીલાલ કકકડ (૨) દેવેન્દ્રભાઇ મણીલાલ કકકડ રહે. ટંકારા જીવાપરા શેરી વાળા વિરુદ્ધ આજ બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને પક્ષે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text